દેશી દારૂના જંગી જથ્થા અને મોબાઈલ સહિત કુલ 90 હજારનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી ટીમના પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ સહિતના સ્ટાફને સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથકના વિસ્તારમાં આવતા નડાળા ગામની સીમમાં આવેલી સુખ ભાદર નદીના કાઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે દરોડો કરી દેશી દારૂ બનાવવાનો આથો 3200 લિટર કિંમત 80 હજાર રૂપિયાનો જપ્ત કરી હાજર વનાભાઈ ધીરુભાઈ ધારજીયાને ઝડપી પાડી તેની પાસેથી એક મોબાઇલ કિંમત 5000 રૂપિયા તથા પાણી ખેંચવાની મોટર કિંમત 5000 રૂપિયા એમ કુલ 90 હજાર રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ઝડપાયેલ ઇશ્કની પૂછપરછમાં દેશી દારૂની ભઠ્ઠીના મુખ્ય સંચાલક કાળુભાઇ માણસીભાઈ ખવડ, જયદીપ ઉર્ફે જયુ માણસીભાઈ ખવડ તથા દેવેન્દ્ર ઉર્ફે દેવલુ જયવંતભાઈ ચાવડા હોવાથી ચારેય વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



