ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢની માણાવદર બેઠક પર પાટીદાર આગેવાનની અઢી વર્ષ બાદ આજે ભાજપમાં ઘરવાપસી થઈ છે. ચાવડાના ભાજપ પ્રવેશ સમયે નારાજ થઈ રાજીનામું આપનારા નીતિન ફળદુ આજે ફરી તેમના ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા છે. આજે નીતિન ફળદુ અને જવાહર ચાવડા એક જ મંચ પર જોવા મળ્યા હતા.જૂનાગઢ જિલ્લામાં પાટીદાર સમાજમાં અગ્રણી ગણાતા ગાંઠિલા ઉમિયાધામના પ્રમુખ વાલજીભાઈ ફળદુ અને તેમના પુત્ર શાપુર ગામનાં સરપંચ નિતિનભાઈ (ટીનુભાઇ) ફળદુ અલગ અલગ ગામના અને કોંગ્રેસ પાર્ટીના 200થી વધુ કાર્યકર્તાઓ એકી સુરે ટીનું ફળદુના સથવારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી જવાહરભાઈ ચાવડાને જીતાડવા ફરી ભાજપમાં જોડાયા. તેમજ વંથલી ,માણાવદર તાલુકા પંચાયત કોંગ્રેસના 2 સદસ્યો,આમ આદમી પાર્ટીનાના કાર્યકર્તાઓ તેમજ અલગ અલગ પક્ષોના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં વંથલી કડવા પટેલ સમાજની વાડી ખાતે યોજાયેલ સભામાં જવાહર ભાઈના સમર્થનમાં ભાજપમાં જોડાયા હતા.