‘તું પતિને છૂટાછેડા આપી દે’ કહેતા મહિલાએ પતિને પણ છોડી દીધો
ડિપ્રેશનમાં ચાલી જતાં ફાયદો ઉઠાવ્યો : અર્ધી રાત્રે ઘરે આવતા તેણી પોલીસ પાસે દોડી ગઈ
રાજકોટના વાવડી ગામ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાએ વંથલીના ટીનમસ ગામના રાહુલ લાખા હૂંબલ સામે તાલુકા પોલીસમાં દુષ્કર્મ, મારામારી સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તેના પતિ અને બે સંતાન સાથે છેલ્લા દસ વર્ષથી રાજકોટમાં રહે છે અને તેના પતિ ડ્રાઇવિંગ કામ તેમજ પોતે ઘરબેઠાં સિવલ કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે 2022માં જૂનાગઢ ભવનાથ માનતા ઉતારવા જવું હોય જેથી સવારમાં તે ગોંડલ ચોકડી પર આવી ત્યાંથી પસાર થયેલ ખાનગી બસમાં જૂનાગઢ જવા માટે બેસેલ ત્યારે તેમાં ડ્રાઇવર તરીકે રાહુલ હતો. જેમને બસ બુકીંગ બાબતે વાતચીત કરતાં બંનેએ અરસપરસ નંબરની આપલે કરી હતી. તે દરરોજ ગુડ મોર્નિંગના મેસેજ કરતો હતો.
- Advertisement -
દરમિયાન ફરિયાદી ગર્ભવતી બની હતી અને તેમને જન્મેલ બાળકનું મોત નિપજતાં તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી ત્યારે આરોપીએ તેમને પોતાના ગામ ટીનમસ આવવા જણાવ્યું અને પરિવાર સાથે મળવાનું કહેતાં તેણી ટીનમસ પોતાના બે સંતાનો સાથે ગઈ હતી. આરોપીના ઘરે તેમની પત્ની, બે પુત્રી અને તેમની માતા હતી જ્યાં આરોપીએ તેમના પરિવારને તેમના મિત્રની પત્ની છે તેવું કહ્યું હતું બાદમાં મઢડા, સોમનાથ ફરવા માટે ગયાં હતાં. ઉપરાંત આરોપી અને તેમનો પરિવાર કચ્છ ફરવા જતો હતો ત્યારે પણ તેણીને સંતાનો સાથે ફરવા લઈ જતાં એક પારિવારિક સબંધ બંધાયા હતાં જે બાદ ફરિયાદીને તેમના પતિ સાથે માથાકૂટ ચાલતી હોય જેનો ફાયદો ઉઠાવી આરોપી ગત જુલાઈ માસમાં તેણીના પતિની અને સંતાનોની ગેરહાજરીમાં ઘરે આવ્યો હતો અને તું તારા પતિનો કેમ ત્રાસ સહન કરે છે તું એને મૂકી દે હું તારી સાથે લગ્ન કરીશનું કહેતાં તેમને તેમના પત્નીનું પૂછતા તેને કહ્યું કે, હું પણ મારી ઓટણીથી કંટાળી ગયો છું, તું તારા પતિથી છૂટાછેડા લઈ લે હું મારી પત્નીથી છૂટો થઈ જઈશ કહી ત્યારે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
જે બાદ તેમને આપેલા વિશ્વાસથી તેણીએ તેમના પતિ સાથે ગયા સપ્ટેમ્બર મહિનામાં છૂટાછેડા લઈ લીધા હતાં. જે બાદ અવારનવાર ઘરે આવી દુષ્કર્મ આચરતો હતો. પરંતુ તે તેની પત્ની સાથે છૂટાછેડા લેતો ન હતો. ગઈ તા.5 ની મોડી રાતે તે દારૂના નશામાં ઘરે ધસી આવેલ અને દરવાજો ખખડાવતા તેમને દરવાજો ન ખોલતાં તે ધરારીથી ઘરમાં ઘુસી તેની સાથે બળજબરી કરી માર મારી શરીરે બચકા ભર્યા હતાં જેથી પોતે પોતાનો જીવ બચાવી રાતના સમયે બજારમાં ભાગી હતી. આરોપી પણ તેમની પાછળ જ હતો મહિલા વાવડી ચોકીએ પહોંચી જતાં આરોપી ભાગી ગયો હતો અંતે આરોપી અને તેના પરિવારના ત્રાસથી કંટાળી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ બી. આર.ભરવાડ અને ટીમે આરોપીને સકાંજામાં લીધો હતો.