ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે માળીયા મિંયાણા હાઈવે પર ભીમસર ચોકડી નજીક દરોડો પાડીને સુરેન્દ્રનગરના એક શખ્સને દેશી હાથ બનાવટના એક તમંચા સાથે ઝડપી પાડીને માળીયા મિંયાણા પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી એસઓજી ટીમે બાતમીના આધારે માળીયા મિંયાણા હાઈવે ઉપર ભીમસર ચોકડી નજીક દરોડો પાડી સુરેન્દ્રનગરના જંકશન રોડ ઉપર મણિયાર નગરમાં રહેતા ઋષભ કિરીટભાઈ શાહ નામના શખ્સને ઝડપી પાડીને તેની તલાસી લેતા આ શખ્સના કબ્જામાંથી 5 હજારની કિંમતનો દેશી બનાવટનો તમંચો મળી આવતા એસઓજી ટીમે તમંચો કબ્જે કરી માળીયા મિંયાણા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ અન્વયે ગુન્હો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
માળિયાની ભીમસર ચોકડી નજીકથી દેશી તમંચા સાથે સુરેન્દ્રનગરનો શખ્સ ઝડપાયો
