પેરોલ ફલો ટીમ દ્વારા શખ્સને ઝડપી લઇ હથિયાર જપ્ત કર્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા પેરોલ ફલો ટીમ અને એલ.સી.બી ટીમનો સ્ટાફ સંયુક્ત રીતે જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર ધારકો પર કાર્યવાહી કરવા માટે પેટ્રોલીંગમાં હોય તેવા સમયે પાટડી તાલુકાનાં જૈનાબાદ ગામનો શખ્સ વિસાવડી ગામ તરફ જવાના રસ્તે કેનાલ પર એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે હોવાની બાતમી હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ રબારીને મળતા સ્ટાફ દ્વારા તુરંત બાતમી વાળા સ્થળે જઈ શખ્સને દબોચી પ્રાથમિક પૂછપરછમાં પોતે યુનીશ મુસ્તુફાભાઈ કુરેશી હોવાનું જણાવી તેની પાસે મળી આવેલ દેશી હાથ બનાવતી મઝર લોડ બંધુક કિંમત 5000/- રૂપિયા વાલીનું કોઈ પરવાનો નહિ હોવાનું જમાવતા ગેરકાયદેસર બંધુક જપ્ત કરી શખ્સ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



