મિત્ર પાસેથી હથિયાર સાચવવા લીધું હોવાની ગ્રામ્ય એસઓજી સમક્ષ કબૂલાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ધારેશ્વર ચોકડી પાસેથી દેશી પીસ્ટલ સાથે ગોંડલના શખ્સને રૂરલ એસઓજીની ટીમે દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલ શખ્સે મિત્ર પાસેથી હથીયાર સાચવવા લીધાની કબૂલાત આપી હતી. આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર હોઈ અને આ ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે અસામાજિક તત્વો ગેરકાયદેસર હથિયાર રાખી હેરાફેરી કે વેંચાણ કરતાં શખ્સો પર વોચ રાખવાની રાજકોટ એસપી હિમકરસિંહે દ્વારા આપવામાં આવેલ સૂચનાથી એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઈ કે.એમ.ચાવડા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ વિરરાજ ધાંધલ, પ્રહલાદસિંહ રાઠોડ, કોન્સ્ટેબલ ચીરાગ કોઠીવાર સહિતનો સ્ટાફ ખાનગી વાહનમાં ધારેશ્વર ચોકડીથી જેતપુર દાતાર તકીયા તરફ રોડ ઉપર આવતા એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા તેને અટકાવી નામ પુછતા પોતે ગોંડલ વોરાકોટડા રોડ પર આવાસ યોજનાના ક્વાટરમાં રહેતો નવાજ ઉર્ફે લાંબો ઇરફાન ડોઢીયા ઉ.23 હોવાનુ જણાવ્યું હતું એસઓજીની ટીમે જડતી લેતાં નેફામાંથી એક દેશી લોખંડનુ હથીયાર પીસ્ટલ મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછતાછ કરતાં તેને પીસ્ટલ મિત્ર પાસેથી સાચવવા માટે રાખેલ હોવાની કબૂલાત આપી હતી. આરોપીને ઉદ્યોગનગર પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.