રથયાત્રાના બંદોબસ્ત સાથે એસઓજીની ડ્રગ્સ નાબૂદીની કામગીરી
મહારાષ્ટ્રથી ગાંજો લાવી છૂટકમાં વેંચતો હતો : રૂ.1.74 લાખનો મુદ્દામાલ જપ્ત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ગઇકાલે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઇ હતી જેમાં ચુસ્ત પોએલઆઇએસ બંદોબસ્ત ગોઠવાયો હતો આ બંદોબસ્ત વચ્ચે પણ એસઓજીએ ડ્રગ્સ નાબૂદીની કામગીરી માટે કમર કસી હોય તેમ 17 કિલો ગાંજાના જથ્થા સાથે ભગવતીપરાના શખ્સને દબોચી લઈ 1.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો મહારાષ્ટ્રથી ગાંજો લાવી છૂટકમાં બંધાણીઓને વેચતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું પોલીસે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવતા આરોપીના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી (કાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા આપેલ સૂચનાથી એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહીલ અને કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે અગાઉ મારામારીના બે ગુનામાં પકડાયેલ ઇનુસ અલ્લારખાભાઇ ઘેલડા નામનો શખ્સ જે ભગવતીપરાના જયપ્રકાશનગરના ખુણે સદ્દામભાઇની ઓરડીમાં રહે છે અને તે હાલ ગાંજાના જથ્થા સાથે હાજર હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ઇનુસ અલ્લારખા ઘેલડ ઉ.41ને દબોચી લઈ તેની પાસેથી 16.877 કિલો ગાંજો, મોબાઈલ અને રોકડ મળી કુલ 1.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં મહારાષ્ટ્રમાંથી ગાંજાનો જથ્થો લઈ આવી છૂટકમાં વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે બી ડિવિઝન પોલીસમાં ગુનો રજીસ્ટર કરી કબજો સોંપતા સ્થાનિક પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.