બીભત્સ માંગ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા નોંધાઈ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલ એક ગામમાં ઘરે એકલી રહેલી સગીરાના ઘરમાં ઘૂસી ધમકાવી નિર્લજ્જ હુમલો કરી શખ્સે બીભત્સ છેડછાડ કર્યાની માતાએ ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે પોક્સો સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. રાજકોટ તાલુકાના એક ગામમાં રહેતા અને ખેતીકામ કરતા મહિલાએ મહેશ ગૌરીદાસ બાવાજી સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ સહિતના પરિવારો વાડીએ ગયા હતા. તે દરમિયાન તેની ધો.12માં અભ્યાસ કરતી સગીર વયની પુત્રી ઘરે એકલી હોય તે દરમિયાન તેના ઘર પાસે રહેતા તેના સગ્ગાનો ફોન આવ્યો હતો કે, તમારા ઘરમાં ઘૂસી મહેશ નામના શખ્સે તમારી છોકરી સાથે છેડતી કરી છે તમે આવો.
- Advertisement -
જેથી પતિ સહિતનાઓ ઘરે દોડી આવ્યા હતા સગીર વયની પુત્રીએ જણાવ્યું હતું કે, આપણા ઘરની પાછળના દરવાજામાંથી મહેશ આવ્યો હતો અને મારી પાસે અચાનક આવી બીભત્સ માંગ કરી હતી તેને ના પાડતા મને ગાળો આપી મારો હાથ પકડી મને તેના તરફ ખેંચી હતી અને મારી પર નિર્લજ્જ હુમલો કરતા તે ગભરાઇ ગઇ હતી અને દેકારો કરતા તેને મને અવાજ કરમાં નહીંતર જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી હતી.
બાદમાં પાડોશી આવી જતા તે નાસી ગયો હોવાનું જણાવતા પીઆઇ ગામીત સહિતે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.