દીવમાં કાયદાનાં સરેઆમ ધજાગરા! : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
દીવ શહેરના ખ્યાતનામ હોટેલ પ્રિન્સ માં બુટલેગરો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, આ હોટલના લોબી વિસ્તારમાં બે જૂથો વચ્ચે શાબ્દિક તકરાર બાદ ઘર્ષણ શરૂ થયું હતું, જેના પગલે એક શખ્સે છરી કાઢી ધમકી આપી હતી.આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થતા તેના વિડીયો વાયરલ થયા હતા. પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને એક શખ્સને કાબૂમાં લીધો હતો. બાદમાં તેની તપાસ કરવામાં આવી હતી, જેમાં પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળ્યાની માહિતી મળતી નથી. દીવ પોલીસ ઘટના સ્થળે પહોંચી બુટલેગરો ને ગત મોડી રાતે દીવ પોલીસે રાઉન્ડ અપ કરી. ને કોર્ટ મા હાજર કર્યો હતો.આ ઘટના થી દીવ ની શાંતિ પ્રિય જનતામાં ફફડાટ ફેલાયેલો છે.
- Advertisement -
નોંધનીય છે કે દીવમાં વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે. જ્યાં કોઈ દારૂ પીને ધમાલ કરે છે તો ઘણી વખત કોઈ વાઈનશોપ માં બુટલેગરોના ઝઘડાને કારણે આજુબાજુમાં રહેતા સામાન્ય લોકોને પરેશાની ભોગવવી પડે છે.હાલ થોડા દિવસ પેહલા વણાકબારા ના એક વાઈનશોપ મા પણ બુટલેગરો નો ઝગડો થયો હતો જેમા છરી ઉલળી હતી અને આસપાસ રહેતા લોકો ખાસ કરી ને અમુક મહિલાઓ ને આ ઝગડા મા થયેલી દોડાદોડી મા પછાડી દીધી હતી. આ મહિલાઓ દ્વારા દીવ કલેક્ટર સામે આ વાતની રજૂઆત પણ કરવામાં આવી હતી.