રાજકોટમાં ગેરકાયદે પ્રવૃતિઓ કરતાં શખ્સો ઉપર તૂટી પડવા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવની સૂચના અન્વયે શહેર એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ બી માજીરાણા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન સ્ટાફના હાર્દિકસિહ પરમાર, ઇન્દ્રસિહ જાડેજા અને દિગ્વિજયસિહ ગોહિલને મળેલી બાતમી આધારે 150 ફૂટ રિંગ રોડ ઉપર રામપીર ચોકડી પાસે આવેલ દ્વારિકા પ્રાઈડ નામની ઓફિસમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન મૂળ જામનગરના ગુલાબનગરનો અને હાલ 150 ફૂટ રિંગ રોડ સીનર્જી હોસ્પિટલ પાછળ ગોકુળ એપાર્ટમેન્ટમાં રહેતો હિતેશ મોતીભાઈ ભારાણી ઉ.22 નામનો વેપારી મળી આવતા ઓફિસની જડતી લેતા ઓફિસમાંથી અલગ અલગ કંપનીની 1 લાખ 6 હજારની વિદેશી સીગરેટ અને 72 હજારના ઇ સીગરેટ વેપ મળી આવતા 1.78 લાખનો મુદામાલ કબજે કરી આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
1.78 લાખની વિદેશી સિગારેટ સાથે એક શખસની ધરપકડ

Follow US
Find US on Social Medias