બિહારના બક્સર જિલ્લામાં બુધવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ. દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામાખ્યા સ્ટેશન તરફ જતી નોર્થ-ઈસ્ટ એક્સપ્રેસ રાત્રે 9.35 વાગ્યે બક્સર જિલ્લાના રઘુનાથપુર રેલવે સ્ટેશનની પાસે પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને 4 લોકોના મોત થયા. જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
20 લોકોની હાલત ગંભીર
ટ્રેન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 20 લોકોની હાલત ગંભીર છે અને તેઓને સારવાર માટે પટના એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. આથી મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Advertisement -
#WATCH | Bihar: Visuals from the Raghunathpur station in Buxar, where 21 coaches of the North East Express train derailed last night
Restoration work is underway. pic.twitter.com/xcbXyA2MyG
— ANI (@ANI) October 12, 2023
- Advertisement -
અકસ્માતનું કારણ જાણવા મળ્યું નથીઃ અંશુલ અગ્રવાલ
બક્સરના ડીએમ અંશુલ અગ્રવાલે જણાવ્યું કે, અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને પટના રિફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઈજાગ્રસ્તોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ બહાર આવ્યું નથી.
SDRFની ટીમ એક્શનમાં
ટ્રેન દુર્ઘટના બાદ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ આ મામલે સતત નજર રાખી રહ્યા છે. તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે બિહાર એસડીઆરએફની ટીમ સક્રિય રીતે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. હોસ્પિટલ એલર્ટ મોડ પર છે.
बिहार SDRF की टीम तत्परता से राहत व बचाव कार्यों में जुटी है।-#TrainAccident pic.twitter.com/gTGaqO6sbX
— Office of Tejashwi Yadav (@TejashwiOffice) October 11, 2023
આ ટ્રેનોના રૂટ બદલવા પડ્યા
નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ અકસ્માત બાદ DDU પટણા રેલ રૂટ પ્રભાવિત થયો છે. ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. બનારસ અને પટના વચ્ચે દોડતી 15125/15126 જન શતાબ્દી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. 12948 પટના અમદાવાદ સ્પેશિયલ ટ્રેન અને 12487 જોગબની આનંદ વિહાર સુપરફાસ્ટ એક્સપ્રેસનો રૂટ પણ બદલવામાં આવ્યો છે. આ ટ્રેનોને હાજીપુર છપરા બનારસ પ્રયાગરાજ થઈને ચલાવવામાં આવશે. ડાઉન ડાયરેક્શનમાં 12149 પુણે દાનાપુર એક્સપ્રેસ, 12141 લોકમાન્ય તિલક પાટલીપુત્ર એક્સપ્રેસ અને 12424 નવી દિલ્હી ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસને દીનદયાળ ઉપાધ્યાય જંક્શન સાસારામ આરા થઈને ચલાવવામાં આવી રહી છે. જ્યારે આનંદ વિહાર ભાગલપુર વિક્રમશિલા એક્સપ્રેસ, ભગત કી કોઠી-કામખ્યા જંક્શન એક્સપ્રેસ, નવી દિલ્હી રાજેન્દ્ર નગર તેજસ એક્સપ્રેસ, આનંદ વિહાર ભાગલપુર ગરીબ રથ એક્સપ્રેસ, આનંદ વિહાર જોગબની સુપરફાસ્ટ એક્સપ્રેસ, સિક્કિમ મહાનંદા એક્સપ્રેસ અને આનંદ વિહાર-મધુપુર જંક્શન સુપરફાસ્ટ એક્સપ્રેસને દિનદયાલ ઉપાધ્યાય જંકશન ગયા પટના થઈને ચલાવવામાં આવી રહી છે.
नार्थ ईस्ट एक्सप्रेस के बक्सर जिला में पटरी से उतर जाने की सूचना प्राप्त होते ही जिलाधिकारी व पुलिस अधीक्षक बक्सर, जिला पुलिस बल भोजपुर, SDRF Bihar, जिलाधिकारी भोजपुर घटनास्थल एवं अस्पताल पहुंच कर बचाव व राहत ऑपरेशन शुरू कर चुके है।#TrainAccident pic.twitter.com/iexMf4w8Gq
— Office of Tejashwi Yadav (@TejashwiOffice) October 11, 2023
હેલ્પલાઈન નંબર જાહેર
રેલવે પ્રશાસને હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.
પટના – 9771449971
દાનાપુર – 8905697493
આરા – 8306182542
કોમર્શિયલ કંટ્રોલ – 7759070004