અકસ્માતનો ભોગ બનતા પહેલા પાયલટે એન્જિનમાં ખામી હોવાની જાણકારી પણ આપી હતી એ છતાં પણ તે અકસ્માત ટાળી શક્યો નહોતો.
કોલંબિયાના બોગોટામાં સોમવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. ત્યાં આઠ લોકોને લઈ જતું નાનું વિમાન કોલંબિયાના બીજા સૌથી મોટા શહેર મેડેલિનના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું અને તેમાં સવાર તમામ આઠ લોકોના મોત થયા હતા. જણાવી દઈએ કે વિમાને સવારે ઓલાયા હેરેરા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને અકસ્માતનો ભોગ બનતા પહેલા પાયલટે એન્જિનમાં ખામી હોવાની જાણકારી પણ આપી હતી એ છતાં પણ તે અકસ્માત ટાળી શક્યો નહોતો.
- Advertisement -
Se ha presentado el accidente de una avioneta en el sector de Belen Rosales. Todas las capacidades de la administración se han activado para socorrer a las Victimas. pic.twitter.com/Vj5qaJBc8T
— Daniel Quintero Calle (@QuinteroCalle) November 21, 2022
- Advertisement -
આ અકસ્માત પછી એરપોર્ટ ઓથોરિટીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે વિમાનમાં કુલ આઠ લોકો હતા જેમાં 6 મુસાફરો અને 2 ક્રૂ સવાર હતા. આ આઠે લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં તમામના મોત થયા છે અને પ્લેન જે મકાનમાં તે ટકરાયું હતું તેની અંદર રહેતા કોઈને ઈજા કે મૃત્યુ થયાના અહેવાલ નથી.
મેયરે ટ્વીટ કરીને આ વિશે કરી જાણ
જણાવી દઈએ કે મેયર ડેનિયલ ક્વિંટેરોએ સૌથી પહેલા ટ્વિટર પર લખ્યું હતું કે, ‘બેલેન રોસેલ્સ સેક્ટરમાં એક પ્લેન ક્રેશ થયું છે અને પીડિતોને મદદ કરવા માટે સરકારે પૂરી તાકાત લગાવી દીધી છે. પ્લેન ટ્વીન એન્જિનનું પાઇપર હતું જે મેડેલિનથી ચોકોમાં પિઝારોની મ્યુનિસિપાલિટી તરફ જઈ રહ્યું હતું. જો કે મેડેલિનના બે એરક્રાફ્ટમાંથી એકે ટેકઓફ વખતે એન્જિનમાં નિષ્ફળતા દર્શાવી હતી પરંતુ ઓલાયા હેરેરા એરપોર્ટ પર પાછા ફરવાનું સંચાલન કરી શક્યા નહતા.’
#Saldo 8 muertos y 7 heridos deja accidente de avioneta que cayó sobre 4 viviendas en el sector Belén Rosales de Medellín, Colombia 🇨🇴 de acuerdo a medios locales.pic.twitter.com/CIeAAml3FL
— Radio Caracas Radio (@RCR750) November 21, 2022
તસવીરમાં દેખાઈ આવે છે અકસ્માતની તીવ્રતા
ઈમરજન્સી સર્વિસીસ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો અનુસાર પ્લેન જ્યાં અથડાયું હતું તે ઘરનો ઉપરનો માળ લગભગ નાશ પામ્યો હતો. એ તસવીરમાં ફાયર ફાઇટર તૂટેલ ટાઇલ્સ અને ઇંટોની દિવાલો વચ્ચે આગ ઓલવવાનું કામ કરતા જોવા મળ્યા હતા.
#Accidente Aéreo en #Medellin.
Avioneta cae sobre viviendas en el sector de Belén Rosales, en Medellín.
Hilo 👇 pic.twitter.com/tNfDJE5I8I
— AER 🚑 Rescate (Emergencia) (@emergencyjag) November 21, 2022
અગાઉ પણ પ્લેન ક્રેશ થઈ ચૂક્યું છે.
જણાવી દઈએ કે મેડેલિન એંડીઝ પર્વતોથી ઘેરાયેલી સાંકડી ખીણમાં સ્થિત છે. અને વર્ષ 2016 માં બ્રાઝિલની ચેપેકોએન્સ ફૂટબોલ ટીમને લઈ જતું વિમાનની ઈંધણ સમાપ્ત થઈ ગયું હતું અને તે જ શહેરની નજીક પર્વતોમાં ક્રેશ થયું હતું, જેમાં 16 ખેલાડીઓ સહિત 77 લોકોમાંથી 71 લોકોના મૃત્યુ થયા હતા.