જમ્મુના અખનૂર વિસ્તારમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સોમવારે સેનાના કાફલા પર ઓચિંતો હુમલો કર્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. આર્મી ઓપરેશન હજુ પણ ચાલુ છે.
જમ્મુના અખનૂર વિસ્તારમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સોમવારે સેનાના કાફલા પર ઓચિંતો હુમલો કર્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. આર્મી ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ પહેલા સોમવારે સવારે અખનૂરમાં આતંકીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલો જોગવાન વિસ્તારમાં થયો હતો. તસવીરો અને વીડિયોમાં કાર પર ગોળીઓના ઘણા નિશાન દેખાઈ રહ્યા હતા. હુમલા બાદ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 32 ફિલ્ડ રેજિમેન્ટે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
- Advertisement -
આ ફાયરિંગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઘટના આજે સવારે 7 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે 3 આતંકીઓએ સેનાના વાહનો પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સોમવારે સવારે પાકિસ્તાન સરહદ નજીક અખનૂર સેક્ટરમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ગામલોકોએ ખૌરના ભટ્ટલ વિસ્તારમાં આસન મંદિર પાસે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓની હાજરીની જાણકારી આપી હતી.