રક્તદાન એ જ મહાદાન : અમિત રાઠોડ દ્વારા સેવાકાર્ય
થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 456 બોટલ રક્ત એકત્રિત કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં થેલેસેયાગ્રસ્ત બાળકો માટે 15મો રક્તદાન કેમ્પ યોજાયો હતો. 4 ઓગસ્ટના રોજ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ભાવિકોએ રક્તદાન કર્યું હતુ. આ રક્તદાન કેમ્પમાં કુલ 456 બોટલ રક્ત એકત્રિત થયુ હતુ.
જે થેલિસિમિયાના બાળદર્દીને અપર્ણ કરવામાં આવ્યુ હતું. વિવિધ બ્લડ બેન્ક તથા થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અપાતી હોસ્પિટલ તથા સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરિયાતમંદોને રક્ત પહોંચાડવામાં આવ્યુ હતુ. રક્તદાન જ મહાદાનની ઉક્તિને સાર્થક કરતા રામનાથદાદાના ભક્ત અમિત રાઠોડ (ખખ) રક્તદાન કેમ્પનું આયોજન કરી રહ્યા છે. દર વર્ષે શ્રાવણ માસના સોમવારે અને મહાશિવરાત્રીએ રક્તદાન કેમ્પ કરી સમાજસેવા કરી રહ્યા છે. માનવ ઉપયોગી આ સેવામાં મોટી સંખ્યામા લોકો જોડાયા હતા. રક્તદાનના આયોજન ઉપરાંત અમિત રાઠોડ છેલ્લા 20 વર્ષથી અનોખી સેવા કરે છે જેમાં ટ્રાફિક ન થાય તે માટે વ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા, મંદિરમાં લગાવવામાં આવતી લાઈટિંગ, ડેકોરેશન, ચપ્પલ ઉતારવા માટેની વ્યવસ્થાનું આયોજન કરે છે. અમિત રાઠોડ દ્વારા કરવામાં આવતી નિ:સ્વાર્થ ભાવની સેવાને લોકોએ સરાહના કરી રહ્યા છે.



