આફ્રિકાના દક્ષિણ ઇથોપિયામાં એક માર્ગ અકસ્માતમાં 60થી વધુ લોકોના મોત થયા છે. સ્થાનિક આરોગ્ય અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજધાની અદીસ અબાબાથી લગભગ 300 કિલોમીટર દૂર સિદામા રાજ્યમાં આ અકસ્માત થયો હતો.
ઇથોપિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 60થી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત કેટલાક લોકો ઘાયલ પણ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી લગભગ 300 કિલોમીટર દૂર સિદામા રાજ્યમાં આ અકસ્માત થયો હતો. સિદામા પ્રાદેશિક આરોગ્ય બ્યુરોએ ફેસબુક પર આ ઘટના અંગે વધુ માહિતી આપી નથી પરંતુ તેમણે જણાવ્યું છે કે આ એક કાર દુર્ઘટના હતી જેમાં 66 લોકોના મોત થયા ઉપરાંત આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.
- Advertisement -
બ્યુરોના જણાવ્યા અનુસાર, આ ઘટના બોના ઝુરિયા વોરેડામાં ગેલાના બ્રિજની પૂર્વ બાજુએ બની હતી. એમ પણ કહ્યું કે ચાર ઘાયલ મુસાફરો બોના જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઘટના સ્થળે લોકોની ભીડ
હેલ્થ બ્યુરો દ્વારા આપવામાં આવેલી માહિતીમાં મોટી સંખ્યામાં લોકો આ કારની આસપાસ દેખાય છે, જે આંશિક રીતે પાણીમાં ડૂબી ગઈ છે. અને ઘણા લોકો તેને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- Advertisement -
જમીન પર તાડપત્રીથી ઢાંકેલા હતા લોકો
બ્યુરો દ્વારા શેર કરવામાં આવેલી અન્ય તસવીરોમાં મૃતદેહો તાડપત્રીથી ઢંકાયેલા જમીન પર પડેલા જોવા મળે છે. બ્યુરોએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે આ અકસ્માત અંગે એમ પણ કહ્યું હતું કે તેઓ આ અંગે વધુ માહિતી પછીથી શેર કરશે.
ઇથોપિયામાં વારંવાર થાય છે માર્ગ અકસ્માત
આફ્રિકના બીજા સૌથી મોટી આબાદી ધરાવતા દેશ ઇથપિયામાં માર્ગ અકસ્માતોની ઘટના સામાન્ય છે. ત્યાં મોટા ભાગના રસ્તાઓની પરિસ્થિથી ખરાબ છે.




