રાજ્ય પોલીસવડાના હુકમ બાદ રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ એક્શન મોડમાં
જિલ્લામાં રાષ્ટ્ર વિરોઘી ગુના આચરવામાં પકડાયેલા 971 આરોપીની ક્રાઇમ કુંડળી તૈયાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દિલ્હી બ્લાસ્ટ પછી દરેક રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને રાજ્ય પોલીસવડાના હુકમથી શહેર અને જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે રાજકોટ શહેર પોલીસ ચોપડે ચડેલા 1353 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે જયારે જિલ્લામાં 971 આરોપીઓની ક્રાઇમ કુંડળી તૈયાર કરવામાં આવી છે રાજ્ય પોલીસવડાના હુકમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ શહેર પોલીસે છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ જેવી કે માદક પદાર્થ, આતંકી, અને ફેક કરન્સી સહીતના ગુનામાં સંડોવાયેલા 1353 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં રાજ્ય બહારના લોકોનો પણ સમાવેશ થાય છે એનડીપીએસ, એક્સ્પ્લોઝીવ એકટ, હથીયાર ધારા, ફેક કરન્સી, ટાડા, પોટા, યુએપીએ અને પેટ્રોલીયમ એકટ હેઠળ 1353 ગુનેગારોને શહેર પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા આ તમામ આરોપીઓના નામ સરનામા તેમજ વર્તમાન વ્યવસાય, પરીવારના સભ્યો, બેંક ડીટેઈલ, સોશીયલ મીડિયા એકાઉન્ટ, ઇમેઇલ સહીતની વિગતો મેળવવા તેના નિવાસસ્થાને પહોચી તપાસ હાથ ધરી હતી. તેમજ અન્ય રાજય માંથી ધંધા રોજગાર માટે આવતા પરપ્રાતિય લોકો અંગેની પણ તપાસ કરવામાં આવી હતી આ ઉપરાંત રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા રાજકોટ ગ્રામ્ય પોલીસને છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર શખ્સોના ઘરે દોડાવી તપાસ આદરી હતી જે આરોપીઓ નકલી ચલણી નોટ, એનડીપીએસ, આર્મ્સ એકટ સહિતના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમના ઘરે પોલીસે દરોડા પાડ્યા હતા 30 વર્ષમાં ગુના આચરનાર શખ્સોના હાલના રહેણાંક, તેમનો પરીવાર, કામ ધંધો, અન્ય આર્થીક સ્ત્રોત સહિતના મુદાની સઘન તપાસ કરી ડોઝિયર ભરાશે અને તેની તમામ હિલચાલ પર નજર રાખવામાં આવશે તેમજ આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ, ઈ-મેઈલ, બેંક ડિટેલ સહિતની વિગત મેળવી તેની પણ તપાસ કરવામાં આવશે.
ગ્રામ્યમાં એનડીપીએસના 193, હથિયારના 321 કેસ
રાજકોટ જિલ્લામાં એનડીપીએસના 193 કેસમાં 341 આરોપી, હથિયાર ધારાના 321 કેશમાં 502 આરોપી, એક્ષપ્લોઝીવ એક્ટના 35 કેશના 96 આરોપી, પેટ્રોલિયમ ચોરીના 3 કેસમાં 17 આરોપી અને બનાવટી ચલણી નોટના 6 કેશમાં 15 આરોપીની તપાસ ચાલું છે.
- Advertisement -



