સિંહણને પકડવા વનવિભાગે પાંજરા ગોઠવ્યા
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લામાં સિંહણે બાળક પર હુમલો કર્યાની ધટના બની હતી. મળતી માહિતી મુજબ બગસરા તાલુકાના હામાપુર ગામે સિંહણને પાંચ વર્ષના બાળક પર હુમલો કરી ફાડી ખાધો હતો. અહીં પાણીની કુંડી પાસે બાળક રમતો હતો. અને સિંહણ અચાનક આવી જતા બાળકને ઉઠાવી તુવેરના પાકમાં ઢસડી ગઈ હતી. જ્યાં તેણે બાળકને ફાડી ખાધો હતો. હામાપુર ગામમાં એક કરુણ ધટના બની છે. રમેશભાઈ સોજીત્રાની વાડીમાં ભાંગ્યું રાખી પરપ્રાંતીય મજૂર પરિવારના 5 વર્ષના બાળક કનક વિનોદભાઈ ડામોરનો સિંહણે શિકાર કર્યો હતો. આ ધટના થી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. ખેડૂતોએ આ ધટનાની વનવિભાગને જાણ કરવામા આવી હતી. વનવિભાગે બાળકના મૃતદેહને પીએમ માટે બગસરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ વનવિભાગ દ્વારા સિંહણને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે.



