ગિરનાર જંગલમાં ભારે વરસાદથી શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં પડાવ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ ગીરનાર અને દાતારના પહાડોમાં છેલ્લા એક દિવસથી ભારે વરસાદ થતા જંગલોમાં જીવજંતુનો ઉપદ્રવ વધતા વનના રાજા પણ પરિવાર સાથે જંગલ વિસ્તારના બોર્ડરના ગામડા તેમજ શહેરમાં લટાર મારતા જોવા મળી રહ્યાં છે ચાર દિવસ અગાઉ દાતાર રોડ પર આવેલ કામદાર સોસાયટીમાં બે સિંહો આવી ચડયાના વિડિઓ વાઇરલ થયા હતા.
ગત રાત્રીથી ગીરનાર જંગલોમાં અતિભારે વરસાદ પડતા સિંહ પરિવાર જૂનાગઢના પ્લાસવા ગામે આવી ચડયા હતા અને દક્ષિણ રેન્જના જંગલોમાંથી સિંહ પરિવાર પ્લાસવા ગામના પાટીયા પાસે આવી ચડ્યા હતા આજે સવારે 4 વાગ્યાના આસપાસમાં રોડ પર સિંહ આવી ચડતા સ્થાનિક વાહન ચાલકોએ સિંહ દર્શન કર્યા હતા ત્યારે હાલ ચોમાસાની સીઝનમાં વનના રાજાને જંગલ છોડી ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં નીકળી પડે છે.



