જૂનાગઢ જિલ્લામાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પઈન’ આરંભ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
જૂનાગઢ જિલ્લામાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પઈનનો આરંભ કરવામાં આવ્યો હતો. આ ’સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન અંતર્ગત 30 જાન્યુ.ના દિવસે જિલ્લાના દરેક ગામમાં ખાસ ગ્રામસભા યોજવામાં આવી હતી. તેમાં રક્તપિત્ત અંગે જાણકારી આપવામાં આવી હતી. તદુપરાંત આ ગ્રામસભામાં જિલ્લા કલેક્ટરશ્રી દ્રારા અપાયેલ રક્તપિત નાબૂદી અભિયાનમાં અલગ અલગ રીતે જોડાવા અંગે સંદેશવાંચન તેમજ સરપંચની અપીલ બાદ હાજર સભ્યો રક્તપિત્ત નાબૂદી અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તેમજ રક્તપિત્ત દર્દી ગામમાં હોય તો તેનું સન્માન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર દેશ સહિત રાજય અને જૂનાગઢ જિલ્લામાં 30 થી 13 ફેબ્રુઆરી સુધી રક્તપિત્ત જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.
- Advertisement -
‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પઈન-2025’ની થીમ ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને કોઈ પણ રક્તપિત્તગ્રસ્ત દર્દી વણશોધાયેલા ના રહે તે સુનિશ્ચિત કરીએ.અને ચામડી પર આછા રંગનું ચાઠું હોય અને તેના પર સંવેદનાનો અભાવ હોય તો રક્તપિત્ત હોય શકે છે. માટે તપાસ કરાવવી, નિદાન અને સારવાર તદન મફત છે. વહેલા નિદાનથી હાથ, પગ કે આંખોની વિકૃતિ અટકાવી શકાય છે. સારવારનો સમયગાળો 6 થી 12 માસનો છે. પગમાં સંવેદનાનો અભાવ હોય તો માઇક્રોસેલ્યુલર રબર શૂઝ દર્દીને આપવામાં આવશે. ચાંદા પડેલ હોય તો અલ્સરકીટ વિનામુલ્યે આપવામાં આવશે. વિકૃતિની શરૂઆત હોય તો મફત ઓપરેશન કરાવી આપવામાં આવશે.



