ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો તમામ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને જાગૃતિ ફેલાય તે માટે તા.04/07/2024 નાં રોજ બપોરે 03:00 કલાકે વિશિષ્ટ વ્યાખ્યાન યોજાયુ આ વ્યાખ્યાનના અધ્યક્ષ તરીકે માનનીય કુલપતી પ્રો.સુકાન્તકુમાર સેનાપતિ ઉપસ્થિત રહ્યા, કુલસચિવ ડો.દશરથ જાદવ તેમજ આ કાર્યક્રમનાં મુખ્ય વક્તા તરીકે ડો.કિર્તીકુમાર જે.વૈષ્ણવ, (એડવોકેટ),ગીર-સોમનાથનાં જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ ડી.વાળા ઉપસ્થિત રહી નવા લાગુ થયેલ કાયદા બંનેનો ભેદ સ્પષ્ટ કરાયો અને સામાન્ય નાગરીકને નવા લાગુ થયેલ કાયદાથી કેવા ફાયદા મળશે તેના વિશે માહિતગાર કર્યા.
- Advertisement -
તેમજ અનુસ્નાતક વિભાગનાં અધ્યક્ષ તરીકે પ્રો.વિનોદકુમાર ઝા,પ્રાચાર્ય ડો.નરેન્દ્રકુમાર પંડયા, યુનિવર્સિટીનાં અધિકારીઓ/કર્મચારીઓ, અધ્યાપકઓ,શોધછાત્રો અને યુનિવર્સિટીનાં તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનાં સંયોજક તરીકેની કામગિરિ ડો.કિરણ ડામોર અને યુનિવર્સિટીનાં લીગલ ઓફીસર હાર્દિક મશરૂ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.કિરણ ડામોર દ્વારા કરવામાં આવ્યુ હતુ. અને સમગ્ર કાર્યક્રમનાં અંતે યુનિવર્સિટીનાં કુલસચિવ ડો.દશરથ જાદવ દ્વારા આભાર દર્શન વ્યક્ત કરવામાં આવ્યો.