ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
પાટડી નગરપાલિકા ખાતે 25 સપ્ટેમ્બર, 2025ના રોજ ઙખ સ્વનિધિ 2.0 અંતર્ગત લોક કલ્યાણ મેળો અને નિ:શુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી ફેરિયાઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવાનો અને આરોગ્ય તપાસ પૂરી પાડવાનો હતો.
આ મેળામાં શહેરી ફેરિયાઓને ઙખ સ્વનિધિ 2.0 સહિત અન્ય વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ફેરિયાઓએ આ યોજનાઓનો લાભ લીધો હતો અને નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનો પણ લાભ મેળવ્યો હતો.
કાર્યક્રમમાં સ્વચ્છોત્સવ-2025ના બ્રાંડ એમ્બેસેડર સુખદેવભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય પી.કે. પરમાર, જુનાગઢ જિલ્લા ભાજપના પ્રભારી દિલીપભાઈ પટેલ, પાટડી નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન ચંદારાણા અને ઉપપ્રમુખ હિતેષભાઈ રાવલ પણ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત, કારોબારી ચેરમેન ગીતાબેન વરસાણી, ચીફ ઓફિસર આર.એસ. ખાંભલા, પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની, શહેર ભાજપ પરિવાર અને નગરપાલિકાના સભ્યો તથા સ્ટાફ પણ આ અવસરે ઉપસ્થિત રહી મેળાને સફળ બનાવવામાં સહભાગી થયા હતા.
પાટડીમાં આયોજિત નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનો મોટી સંખ્યામાં ફેરિયાઓએ લાભ લીધો



