રાજકોટથી દ્વારકા કાળીયા ઠાકોરના દર્શને પગપાળા જતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
- Advertisement -
યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફૂલડોલ મહોત્સવનું અનેરું મહત્ત્વ છે ત્યારે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો પગપાળા આવી રહ્યા છે. દ્વારકા તરફ જતાં તમામ માર્ગો પર પગપાળા જતાં ભક્તોનું ઘોડાપૂર વહી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટથી પણ મોટી સંખ્યામાં લોકો પગપાળા દ્વારકાધીશને શિશ નમાવવા દ્વારકા પહોંચી રહ્યા છે.
રાજકોટથી દ્વારકા આખા રસ્તે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ ભક્તોની સેવા માટે કેમ્પો લગાવતા હોય છે આમ રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોળીના દિવસે દ્વારકા પહોંચે તે રીતે પોતપોતાના શહેરોમાંથી નીકળી રહ્યા છે. કારણ કે ફાગણી પુનમના દિવસે કાળીયા ઠાકોરના દર્શનનું અનેરુ મહત્ત્વ રહેલું છે.