ICBM ન્યૂયોર્ક, વોશિંગ્ટન, માયામી સુધી જઈ શકશે
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર કોરિયાએ ફરી એક વખત પરમાણુ શસ્ત્ર પણ વહી શકે તેવા સોલિડ ફ્યુએલ આઇસીબીએમનો પ્રયોગ કર્યો છે. ત્રણ મહિના પૂર્વે તેણે આવું જ મિસાઇલ પ્રયોગાત્મક રીતે વહેતું મૂક્યું હતું. આ સાથે માત્ર અમેરિકા અને તેના સાથી દેશો જ નહિ વિશ્ર્વ સમસ્ત ચિંતાગ્રસ્ત બની ગયુ છે.
- Advertisement -
પોતે જે કરે છે તે યોગ્ય જ કરે છે તેમ કહેતાં ઉ. કોરિયાના સરમુખત્યાર કીમ જોન ઉને જણાવ્યું હતું કે, અમેરિકાએ તેના ’પ્રદેશ’ ઉપર જાસૂસી વિમાનો ઉડાડયા છે તેથી તે ’શાહીવાદી’ દેશને કટ્ટર જવાબ આપવાની તૈયારીરૂૂપે આ પ્રયોગો થઈ રહ્યા છે.તે સર્વ વિદિત છે કે મિસાઇલ્સની પ્રહાર મર્યાદા પૃથ્વીના ગોળાર્ધ જેટલી 12,500 માઇલ છે. તેની પ્રહાર મર્યાદામાં અમેરિકાના બાલ્ટીમોર, વોશિંગ્ટન અને માયામી આવી જાય છે. આ રોડ-મોબાઇલ હ્વોસોંગ-18 પ્રકારનું સોલિડ ફ્યુએલ પ્રેક્ષેપાસ્ત્ર, લિક્વિડ ફ્યુએલ આઇસીબીએમ રતા ડીટેક્ટર કરવું અને ઇન્ટરસેપ્ટ કરવું મુશ્ર્કેલ છે. આ પૂર્વે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ ઉને કહ્યું હતું કે, હ્વોસોંગ-18 ઉત્તર કોરિયાનું સૌથી સબળ પરમાણુ શસ્ત્ર છે.
બુધવારે સવારે 10 વાહગે પ્યોગ્યાંગ પાસેના વિસ્તારમાંથી તે અંતરિક્ષમાં મુકવામાં આવ્યુ હતું. પહેલા સ્ટેજ તે 10,000 કિ.મી.એ પહોંચ્યું પછી કોરિયન દ્વિપકલ્પ અને જાપાન અને દ. કોરિયા વચ્ચેના સમુદ્રમાં પડયું પરંતુ તે પહેલા 6,000 કિ.મી.ની બીજી ઉંચાઈ સુધી પહોંચ્યું હતું. આ મિસાઇલ પ્રયોગને જાપાન તથા દક્ષિણ કોરિયાએ વખોડી કાઢ્યા હતા પરંતુ ચીન તરફથી કશો પ્રતિભાવ મળ્યો ન હતો. જાપાનને ઉ. કોરિયા સાથેે રાજકીય સંબંધો નથી તેથી તેણે ટોક્યો સ્થિત ચીની લવાદ દ્વારા ઉત્તર કોરિયા સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ ઉત્તર કોરિયામાં સર્વેસર્વા બની રહેલ ઉનની બહેન કીમ-યો-જુંગે અમેરિકાની કહેવાતી વિમાની જાસૂસી અંગે અમેરિકા સહિત પશ્ર્ચિમના દેશોને ખુલ્લી ધમકી આપી હતી.