200થી વધુ બહેનઓ લીધો કિટી પાર્ટીનો લાભ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
સરગમ લેડીઝ કલબના સભ્ય માટે હેમુગઢવી મીની થિયેટરમાં લિમિટેડ સભ્ય માટે કિટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. આ કિટી પાર્ટીમાં જુદી જુદી સાત રમતો રમાડવામાં આવી હતી. આ રમતોની અંદર કુલ 30 બહેનો વિજેતા બની હતી. વિજેતા બહેનોને આકર્ષક ગીફ્ટ આપવામાં આવી હતી. તેમજ કિટી પાર્ટીમાં ભાગ લેનાર તમામ બહેનોને અલ્પાહાર અને કોલ્ડ્રીંક્સ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ લેડીઝ કલબના પ્રમુખ નીલુબેન મહેતા, જશુમેતીબેન વસાણી, સુધાબેન ભાયા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, અલ્કાબેન ધામેલીયા, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન વ્યાસ, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર, ભાવનાબેન ધનેશા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.



