અમદાવાદના મણીનગર રેલવે ફાટક પાસે રેલવે કર્મચારીએ આપઘાત કર્યો હતો. 54 વર્ષના આધેડે શુક્રવાર સવારના 7 વાગ્યાના મણિનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન નીચે સુઈ આપધાત કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં મણીનગર રેલવે ફાટક પાસે રેલવે કર્મચારીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતુ. સવારના સુમારે 7 વાગ્યાની આસપાસ મણિનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન સામે રેલવે એન્જિનિયરે પડતું મૂક્યું હતું.
- Advertisement -
મળતી માહિતી અનુસાર 54 વર્ષિય અશ્વિન રાઠોડ રેલવેમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. અને મણિનગરમાં CNI ચર્ચની સામે આવેલી રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. અશ્વિનભાઈ ગુરુવારે બપોરે 3 થી રાતના 11 વાગ્યા સુધી ફરજ બજાવી હતી. શુક્રવારે તેમની રજા હોવાથી ઘરે જ હતા. ત્યારે આજરોજ સવારના 7 વાગ્યાના મણિનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન નીચે સુઈ આપધાત કર્યો હતો. ત્યારે આ દરમિયાન ઉપસ્થિત લોકો પણ હચમચી ગયા હતા.