CNG રિક્ષા દબાઈ, જાનહાનિ ટળી; મ્યુનિસિપલ તંત્રે વૃક્ષ હટાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના જામટાવરથી હેડક્વાર્ટર વચ્ચે આવેલા એબીસી મેડિકલ સ્ટાફ ક્વાર્ટર પાસે અચાનક એક વિશાળ વટવૃક્ષ ધરાશાયી થયું હતું. ધરાશાયી થયેલા વૃક્ષ નીચે ત્યાં ઉભેલી CNG રિક્ષા દબાઈ જતાં રિક્ષાને ભારે નુકસાન થયું હતું. સદભાગ્યે ઘટનાના સમયે રિક્ષામાં ડ્રાઈવર કે કોઈ મુસાફર હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં સ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી હતી. મ્યુનિસિપલ તંત્રની ટીમે તાત્કાલિક પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોમાં થોડો ભયનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ રાહત એ છે કે મોટી દુર્ઘટના થતા બચી ગઈ.



