ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ઘટાડા બાદ
એલપીજી ગેસ સીલીન્ડરના ભાવમાં મંગળવારે 200 રૂપિયા ઘટાડયા બાદ હવે સરકારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂા.157 ઘટાડવાની જાહેરાત કરી છે. મોદી સરકારે 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી ઘટાડો કર્યો છે. દિલ્હીમાં રૂા.157 ઘટીને હવે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 1522.50 રૂપિયા થયો છે.
- Advertisement -
એલપીજીના ઘરેલુ ગ્રાહકોને રાહત આપ્યા બાદ હવે મોદી સરકારે કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરનારાઓને મોટી રાહત આપી છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો રેટ આજે દિલ્હીમાં 157 રૂપિયા ઘટીને 1522.50 રૂપિયા થઇ ગયો છે. આજથી જ એટલે કે 1 સપ્ટેમ્બરથી આ ભાવ લાગુ થયો છે.
દિલ્હીમાં હવે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂા.1680ના બદલે રૂા. 1522.50 રૂપિયા થઇ ગયા છે. કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ આજથી રૂા.1802.50ની જગ્યાએ રૂા.1636 અને મુંબઇમાં રૂા.1640.50ની જગ્યાએ ઘટીને ભાવ 1482 રૂપિયા થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે સરકારે ઘરેલું એલપીજી સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ હવે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડતા રાહત થઇ છે.
- Advertisement -