તાલુકા પોલીસે રૂ. 6,28,400નો મુદ્દામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના લાલપર ગામે પટેલ ગેર હાઉસની પાછળના ગોડાઉનમાં તાલુકા પોલીસે દરોડો પાડીને નશીલા આયુર્વેદીક શીરપનો જથ્થો ઝડપી પાડીને નશીલા શીરપનું વેચાણ કરનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.
મોરબી તાલુકાના લાલપર ગામે ગોપાલ હાર્ડવેર પાછળ પટેલ ગેર હાઉસની પાછળ આવેલ ગોડાઉનમાં મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીના આધારે દરોડો પાડતા ગોડાઉનમાંથી નશીલા આયુર્વેદીક શીરપનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે રૂ. 6,28,400 ની કિંમતની શીરપની 4670 બોટલો કબ્જે કરીને આરોપી કલ્પેશ અશ્વિનભાઈ કોટેચા વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.