રાખડી બનાવવાના ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ આંગણવાડીના જરૂરિયાતમંદ બાળકોને અર્પણ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રક્ષાબંધનના પવિત્ર તહેવાર નજીક હોય તે નિમિત્તે વિરાણી હાઈસ્કૂલ ખાતે આજે એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ 45 ફૂટ લાંબી અને 200 ચોરસ ફૂટથી પણ વધુ મોટી રાખડી બનાવીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, અને આ વિશાળ રાખડી બનાવીને ભાઈ-બહેનના પવિત્ર સંબંધની ઉજવણી કરી હતી.
સૌથી મહત્વની વાત એ છે કે, આ રાખડી બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી તમામ વસ્તુઓ શહેરની જુદી જુદી આંગણવાડીમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે. શાળાના આચાર્ય અને શિક્ષકોએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વિકસાવવાની સાથે સાથે સમાજસેવાની ભાવનાને પણ પ્રોત્સાહન આપવાનો છે. આ અનોખી પહેલ બદલ વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.



