દીપડાને જોઈ ખેડૂતે વનવિભાગને જાણ કરી
એક કલાકની જહેમત બાદ બેહોશ કરી પાંજરે પુરાયો
ખાસ-ખબર ન્યૂઝ કોડિનાર
- Advertisement -
કોડિનારના દેવળી ગામની વાડી વિસ્તારમાં રહેતાં જેસિંગભાઈ મોરી ખેડૂત પોતાની વાડી વિસ્તારમાં દીપડો શિકાર માટે આવી ચઢ્યો હતો. શિકારની શોધમાં એક મકાનમાં ઘૂસી ગયો હતો. આ બાબતની જાણ ખેડૂતને થતા મકાનનો દરવાજો બહારના ભાગેથી બંધ કરી દિધો હતો અને વન વિભાગને જાણ કરતા તાત્કાલિક રેસ્ક્યૂ ટીમ સ્થળ પર દોડી ગયેલી અને એક કલાકની જહેમત બાદ ખુંખાર દીપડાને ટેનગુલાઈઝ ગનથી બેહોશ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ દીપડાને પાંજરે પુરી જામવાળા ગીર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાનું એક કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કરતા લોકોએ રાહતનો શ્વાસ
લીધો હતો.