ગુજરાત: પોરબંદર સુભાષનગર જેટી પર લંગરાયેલ જહાજમાં આગ લાગી
ગુજરાતના પોરબંદરમાં સુભાષનગર જેટી પર લંગરાયેલી એક બોટમાં આગ લાગી. જામનગરમાં HRM & સન્સની માલિકીની બોટમાં ચોખા અને ખાંડ લઈ જવામાં આવી રહી હતી. આગની માહિતી મળતાં ત્રણ ફાયર એન્જિન ઘટનાસ્થળે દોડી ગયા હતા. બોટમાં ચોખા ભરેલા હોવાથી, આગ ઝડપથી વધી ગઈ. જેના કારણે બોટને દરિયાની મધ્યમાં ખેંચી લેવામાં આવી. અહેવાલો અનુસાર આગ લાગી ત્યારે બોટ સોમાલિયાના બોસાસો જઈ રહી હતી. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર પોર્ટ પર હરિદર્શન નામના માલવાહક જહાજમાં ભીષણ આગ લાગી હતી. આ જહાજ જામનગરનું હતું અને તે સોમાલિયા માલ ભરી જવાનું હતું. માલ વાહક જહાજ પોરબંદર પોર્ટ પર માલ ભરવા આવેલું હતું. જહાજની અંદર 950 ટન ચોખા અને 78 ટન ખાંડ ભરી રહ્યું હતું. આગના કારણે નજીકમાં પાર્ક કરેલા કોસ્ટ ગાર્ડ અને નેવીના જહાજોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. જહાજમાં કુલ 14 ક્રૂ મેમ્બર હતા, પરંતુ તેમની સુરક્ષા અંગે કોઈ માહિતી સામે આવી નથી.આગને કાબૂમાં લેવા માટે પોરબંદર ફાયર બ્રિગેડની ત્રણ ટીમોએ કામગીરી શરૂ કરી.




