ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જીલ્લાના રાજુલા શહેરમાં આગરીયા જગાતનાકા પાસે આવેલ મોવડીયા દાદાના મંદિરે ખાતે એક લોક જાગૃતતા માટે મોકડ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા -જાફરાબાદ પંથકમાં અવારનવાર ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને તેવા સમયે લોકોએ સાવચેત અને સલામતી માટે શું કરવું જોઈએ તે માટે દિલધડક મોકડ્રીલ યોજવામાં આવી હતી. રાજુલા -જાફરાબાદ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિમાં લોકોએ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર થવું તેમજ પૂર કે નદીમાંઓમા કોઈ વ્યક્તિ ડૂબી જાય અથવા તણાઇ જતા હોય તો તે દરમિયાન ઝડપથી રાહત અને બચાવની કામગીરી માટેની મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલમા ધાતરવડી-2 ડેમમાં 4 લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયાં હતાં. જોકે તુરંત સ્થાનિકો દ્વારા જીલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ જાણ કરતા રાજુલા સ્થિત ગઉછઋ ની ટીમ અને સ્થાનિક ફાયર વિભાગની મદદથી તમામનું દિલધડક રેસકયુ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
મોકડ્રીલ દરમિયાન લોકોને સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત અને સલામત માટે મોકડ્રીલ મારફતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર, ગઉછઋ ટીમના સંકલનથી તેમજ પ્રાંત અધિકારી રાજુલા ડો. મેહુલ બરાસરા રાજુલાના દેખરેખ હેઠળ આયોજન કરાયું હતું. આ તકે રાજુલા મામલતદાર એસ.બી. પુરોહીત, જાફરાબાદ મામલતદાર એમ. બી. લકુમ, નાયબ જાફરાબાદ નાયબ મામલતદાર રાહુલભાઈ ગોહિલ, રાજુલા નાયબ મામલતદાર ભાર્ગવગીરી ગોસાઈ, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, હોમગાર્ડ કમાન્ડર અજયસિંહ ગોહિલ, પોલીસ વિભાગ તથા હોમગાર્ડ યુનિટ ટીમ, આરોગ્ય હેલ્થ વિભાગ, નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગ (પંચાયત) અને સ્ટેટ રાજુલા, સિંચાઇ વિભાગ ઇજનેર, પીજીવીસીએલ વિભાગ સહિત વહિવટી વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી.



