R.T.O. હુડકો ક્વાટર અને રૈયાધારમાં બે પ્રૌઢના હ્રદય રોગના હુમલાથી મોત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકથી મોત થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો ત્યાં આજે રાજકોટમાં વધુ બે લોકોને આવેલો હાર્ટએટેક જીવલેણ સાબિત થતાં બંને પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
રાજકોટમાં આરટીઓ ઓફીસ પાછળ આરએમસી હુડકો કવાર્ટરમાં રહેતા 45 વર્ષીય મધુભાઈ પોલાભાઈ સાબડ ગત સાંજે મોચીબજારમાં મસ્જીદ પાસે હતા ત્યારે અચાનક બે-ભાન થઈ ઢળી પડતાં તાત્કાલીક 108 મારફત સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ટુંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું. બનાવની જાણ થતાં એ ડીવીઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમનું મોત હાર્ટએટેકથી થયાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે જ્યારે રૈયાધારમાં બંસીધર પાર્કમાં રહેતા 54 વર્ષીય રઘુભાઈ વિહાભાઈ શિયાળીયા ગત રાત્રે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતા બે-ભાન થઈ ઢળી પડ્યા હતા તેમને હોસ્પિટલે લઈ જતાં ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો પ્રાથમિક તપાસમાં મૃતક ડ્રાઈવીંગ કામ કરતા હોવાનું અને ચાર ભાઈ ચાર બહેનમાં મોટા તેમજ સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે મોભીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.



