રૈયા ચોકડીથી આમ્રપાલી ફાટક પાસે કુલ 32 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિવાળી તહેવારોને અનુલક્ષીને વિવિધ મીઠાઈની દુકાને ફૂડ સેફ્ટી પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે જુદા જુદા ફૂડ કેટેગરીના ફૂડ બિઝનેશ ઓપરેટરોની પેઢીમાં સઘન ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય શાખા દ્વારા શહેરની 58 જેટલી મીઠાઈની દુકાનોમાં ડ્રાયફ્રૂટ્સ, માવા અને મીઠાઈના નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હતા તેમજ અન્ય ખાદ્યચીજોનું વેચાણ કરતાં 32 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 7 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપવામાં આવી અને 32 ખાદ્યચીજોના નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
જેમાં (લુઝ બ્લેક રેઝીન)- ઝીવેલ ડ્રાયફ્રૂટ્સ અર્પણ કોમ્પલેકસ, (અખરોટ)- મે. રમણીકલાલ ગોપાલજી ગાંધી કોર્નર શોપ નં. 6 પંચાયત ચોક, (બદામ)- જય ભવાની સીંગ સેન્ટર સોરઠીયાવાડી શેરી નં. 6 કોર્નર, સોરઠીયાવાડી સર્કલ પાસે, (કીસમીસ)- જય ભવાની સીંગ સેન્ટર, સોરઠીયાવાડી શેરી નં. 6 કોર્નર, (બદામ ડ્રાયફ્રુટ) – સાગર ફૂડસ, (કાજુ ડ્રાયફ્રુટ)- સાગર ફૂડસ, (કાજુ ડ્રાયફ્રુટ અને Bazana Premium Pistachio સાગર ફૂડસ 2, રઘુવીરપરા, બેન્ક ઓફ ઈન્ડિયા સામે,(True Nuts Anjeer) સાગર ફૂડસ, (Rich Valley Special Cashews) (Rich Valley California Almond kernels Special) શિવમ ફ્રુટ એન્ડ ડ્રાયફ્રુટ, નીલકંઠ સિનેમા પાસે, કોઠારીયા મેઈન રોડ તેમજ (કાજુ) રાધે ટ્રેડીંગ, હુડકો બસ સ્ટોપ સામે, (કાજુ અને બદામ)- શ્રીનાથજી ટ્રેડીંગ કો. હુડકો કવાર્ટર એ-66-67 કોઠારીયા મેઈન રોડ પાસે, (બદામ)- ઝીવેલ ડ્રાયફ્રુટ અર્પણ કોમ્પલેક્ષ શોપ નં. 6 સ્વામિનારાયણ મંદિર પાસે, (Vinnie pistachio)- રમણીકલાલ ગોપાલજી ગાંધી કોર્નર શોપ નં. 6 પંચાયત ચોક, Rich Valley American dried whole cranberries) તેમજ અંજીર- ક્રન્ચી હેવન યુનિ રોડ, શિવમ એપાર્ટમેન્ટ શોપ નં. 1, (કાજુ)- શ્રી કક્કડ બ્રધર્સ, રામરાજ ટ્રાવેલ્સ પાસે, (કાજુ કતરી)- પટેલ સ્વીટસ એન્ડ ડેરી ફાર્મ, ન્યુ એમ્પાયર શોપ નં. 13, ઈન્દિરા સર્કલ, (કેશર પેંડા અને કાજુ કતરી)- બેંગાલ સ્વીટસ બી-1 ગ્રા.ફ્લોર, એલિગન્સ કોમ્પલેક્ષ, ઈન્દિરા સર્કલ પાસે, 150 ફૂટ રીંગ રોડ પાસે, (કેસર મલાઈ પુરી પેંડા)- જયશ્રી સીયારામ પેંડાવાલા કાલાવડ રોડ મહાલક્ષ્મી કોમ્પલેક્ષ, (સ્પેશ્યલ પેંડા)- જયશ્રી સીયારામ પેંડાવાળા કાલાવડ રોડ, (રજવાડી પેંડા, થાબડી પેંડા)- શ્રી ગીરારાજ ડેરી ફાર્મ પારિજાત સોસાયટી રુડાનગર-2 સામે, (મીઠો માવો)- લક્ષ્મી જાંબુ, દિપક સોસાયટી કનૈયા ચોક પાસે, (મીઠો માવો)- અમૃત ડેરી ફાર્મ સત્યનારાયણનગર 80 ફૂટ રોડ, (મીઠા માવો)- ઉમા ડેરી પ્રોડકટસ (ઉત્પાદક પેઢી) પ્લોટ નં. 34 સહજાનંદ ઈન્ડ. એસ્ટેટ, શેરી નં. 3 કોર્નર કોઠારીયા રીંગ રોડ, (મીઠો માવો)- કૃપાનિધિ સ્વીટ (ઉત્પાદક પેઢી) સમ્રાટ ઈન્ડ. એરિયા કનેરિયા ઓઈલ મીલની બાજુમાં ગોકુલધામ મેઈન રોડ, (માવો)- શ્રીરામ જાંબુ, 64-બી દિપક સોસાયટી, રૈયા રોડ, (Gir Madhav brand Sweet Khoa)- શ્રીરામ જાંબુ 64-બી દિપક સોસાયટી રૈયા રોડ ગાંધીગ્રામ પાસે, (મોળો માવો) શ્રી અશોક પેંડા કોર્નર, ઠોસાગલી ધર્મેન્દ્ર રોડ, (મોળો માવો)- લીલાધર ખીમજી, ઠોસાગલી ધર્મેન્દ્ર રોડ, (માવો)- અમરસિંહ ખીમજી પેંડાવાલા જૂની શાકમાર્કેટ પાસે, (માવો)- શ્રી કામનાથ સ્વીટ માર્ટ ઠોસાગલી, (માવો)- મહેશભાઈ પેંડાલાવા કંદોઈબજાર, (માવો) – વજુભાઈ પેંડાવાલા કંદોઈબજાર ઘીકાંટા રોડ, (મેસુબ) જલિયાણ ફરસાણ જીઈબી ઓફીસ સામે તેમજ (સંગમ કતરી બરફી, વેનીલા બરફી) સુખસાગર ડેરી ફાર્મ, નાના મવા રોડ સૂર્યમુખી હનુમાન ચોક પાસે, (માવાના પેંડા, બ્રીજ રોલ) અશોક વિજય ડેરી ફાર્મ કોઠારીયા રોડ કૈલાસ મંડપ સર્વિસ બાજુમાં, (ચોકલેટ બરફી, બરફી) બાપા સીતારામ ડેરી ફાર્મ કોઠારીયા રોડ હરિધવા મેઈન રોડ અને (થાબડી) નકલંક ડેરી ફાર્મ કોઠારીયા રોડ સૂતા હનુમાન સામે સિંદુરીયા સ્વીમીંગ પુલની બાજુમાં, (સંગમ બરફી, ચોકલેટ બરફી) સીતારામ ડેરી ફાર્મ મહાદેવવાડી મેઈન રોડ, (સેન્ડવીચ બરફી, બ્રીજ લાડુ)- ધારેશ્ર્વર ડેરી ફાર્મ ભક્તિનગર સર્કલ, (મોળો માવો) ઘનશ્યામ ડેરી ફાર્મ નીલકંઠ ટોકીઝ બાજુમાં, (કેસર પેંડા) ગજાનંદ જોધપુર સ્વીટ સંત કબીર રોડ, (મીઠા સાટા) જય બાલાજી ફરસાણ માર્ટ રૈયા ચોક પાસે, (મીઠા સાટા) ઉમિયાજી ફરસાણ સાધુ વાસવાણી રોડ, (જલેબી) અનમોલ નમકીન લક્ષ્મીનગર તેમજ (જલેબી) શ્રીરામ ફરસાણ જીઈબી નાના મવા રોડ પાસે (મીઠા સાટા) ઉમિયાજી ફરસાણ માર્ટ સોમેશ્ર્વર ચોક, (મીઠા સાટા) ભગવતી ફરસાણ ગોવિંદબાગ શાક માર્ટે પાસે અને (મીઠા સાટા) મધુર ફરસાણ આશ્રમ રોડ સંત કબીરરોડ પાસે એમ કુલ 58 માવા, મીઠાઈના લૂઝ નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હતા. વધુમાં રૈયા ચોકડીથી આમ્રપાલી ફાટક તથા ગાયત્રીનગર મેઈન રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 32 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી જેમાં ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવેલી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 32 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં જલારામ ફરસાણ, આરાધના પ્રોવિઝન સ્ટોર, ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર, વિનાયક બેકરી પાર્લર, પાલજી સોડા શોપ, સોમનાથ નમકીન અને ચામુંડા ફરસાણને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા પટેલ રેસ્ટોરન્ટ, બાલાજી સેન્ડવીચ, ખોડીયાર ડેરી ફાર્મ, ભગવતી સ્વીટ એન્ડ નમકીન, જલારામ ફરસાણ, જલારામ ખમણ, કૌશર બેકરી, જય સીયારામ શોપીંગ સેન્ટર, ઠક્કર નમકીન, જય બાલાજી ફરસાણ, જય હીંગળાજ રેસ્ટોરન્ટ, હરસિદ્ધિ ઘૂઘરા, જામનગરી ઘૂઘરા, જય જલારામ રેસ્ટોરન્ટ, આશાપુરા ભંડાર સ્ટોર, જય શક્તિમા દાળપકવાન, ઈગલ બેકરી, રાધેશ્યામ ડેરી ફાર્મ, ધરતી પરોઠા હાઉસ, ક્રિષ્ના ગાંઠીયા, જલારામ ખમણ હાઉસ, ઉમિયાજી ફરસાણ, જલિયાણ ફરસાણ, નીલકંઠ ડેરી ફાર્મ, બાલાજી ફરસાણની ચકાસણી કરવામાં આવેલી હતી.