ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા શહેરના સંત કબીર રોડ તથા પેડક રોડ વિસ્તારના ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 ધંધાર્થીઓને દૂધ, દૂધને લગતી ખાદ્યપદાર્થો, ખાદ્યતેલ વિગેરેના 13 નમૂના સ્થળ પર લઈ તપાસ હાથ ધરી છે. જ્યારે 3 ધંધાર્થીને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત જૂના મોરબી રોડ પરના વિસ્તારમાં તપાસ હાથ ધરીને 15 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે માહિતી આપી જાગૃત કર્યા હતા તથા કાલાવાડ રોડ પર આવેલ 2 દૂધની ડેરીમાંથી નમૂના લઈને તપાસ હાથ ધરી છે.