રાજકોટ શહેરની જનતા કે જેઓ હનુમાનજી મહારાજ ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે અને આજના દિવસની ભાવપૂર્વક ઉજવણી કરવામાં મસ્ત બની ગયા છે. રાજકોટ શહેરમાં તો દર 200 મીટરના અંતરે એક હનુમાનજી મંદિર જોવા મળે છે અને લગભગ આખા રાજકોટમાં 200 જેટલા હનુમાનજીના નાના મોટા મંદિરો અને ડેરી છે. એટલા જ માટે કદાચ મહાબલીની મહાનગરી તરીકે રાજકોટને ઓળખવામાં આવે તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. તો વડોદરામાં વિવિધ મંદિરોમાં થીમ બેઝ ડેકોરેશન અને સુરતમાં 6 હજાર કિલો બુંદીના લાડુનો ભોગ ધરાવાયો છે.
શ્રી સંકલ્પસિધ્ધ હનુમાન
- Advertisement -
રાજકોટ શહેરન કાલાવડ રોડ ઉપર આવેલ શ્રી સંકલ્પસિધ્ધ હનુમાનજી મંદિરે દાદાના સાંનિધ્યમાં હનુમાન જયંતી મહોત્સવના પવિત્ર દિવસે સંતોના માર્ગદર્શન હેઠળ દાદાના જન્મોત્સવની આનંદ અને ઉલ્લાસ તેમજ ભવ્ય અન્નકૂટ સાથે ભવ્યાતિ ભવ્ય મહાઆરતી સાથે ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું છે. સવારે ભવ્ય મહા અન્નકૂટ દાદાની સમક્ષ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાંચ વખત મહાઆરતી થશે જેમાં પ્રથમ આરતી સાંજે 7 વાગ્યે બીજી રાત્રે 8 વાગ્યે, ત્રીજી રાત્રે 9 વાગ્યે, ચોથી રાત્રે 10 વાગ્યે, પાંચમી મહાઆરતી 11 કલાકે સાથે ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવશે. મંદિર સંચાલકો દ્વારા દાદાના દર્શન કરવા અને દાદાની જયંતિ મહોત્સવને વધાવવા રાજકોટની દરેક ભાવિક જનતાને મહાઅન્નકૂટના દર્શન કરવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગોંડલ રોડ પર સૂર્યમુખી ગામઠી શણગાર
રાજકોટના ગોંડલ રોડ પર આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે પણ ભવ્ય શણગાર સાથે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું છે. દાદાના મંદિર ખાતે રજવાડી ગામઠી થીમ બેઝ શણગાર કરવામાં આવ્યો છે અને ગામડામાં જોવા મળતા નળીયા વાળા મકાન જેવી ઝૂંપડી તૈયાર કરવામાં આવી છે. જેમાં નળિયાં ઉપર એક મોર પણ બેઠેલો જોવા મળી રહ્યો છે. સાંજે આરતી પૂર્ણ થયા બાદ લોકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંદિરની બહાર ખાસ વિશાળ કઊઉ સ્ક્રીન સાથેનો એન્ટ્રી ગેટ તૈયાર કરવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
- Advertisement -
પેડક રોડ પરના બાલક હનુમાન
પેડક રોડ પર આવેલ બાલક હનુમાન મંદિર ખૂબ પ્રખ્યાત છે. જ્યારે હનુમાન જયંતીના દિવસે ત્યારે ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે જેમાં મંદિર ખાતે દાદાને ભવ્ય શણગાર સાથે સાથે હનુમાનજી મહારાજની વાનર સેના ધ્યાનમાં રાખી હનુમાનજી મૂર્તિની આસપાસ વાનરો લટકતા મુકવામાં આવ્યા હતા અને એક અનોખો શણગાર કરવામાં આવ્યો છે.
મનહર પ્લોટના હનુમાનજી
આજે ચૈત્રી પૂર્ણિમાની સાથે સાથે શનિવાર અને હનુમાન જયંતી સાથે આવતા આ દિવસને અતિ દુર્લભ અને લાભદાયી માનવામાં આવે છે. હનુમાન જ્યંતિના પાવન દિવસે આજે હનુમાનજીના મંદિરને શણગારવામાં આવ્યા છે અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજકોટના મનહર પ્લોટમાં મનહર યુવા ગ્રુપ દ્વારા હનુમાન દાદાના મંદિરને ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે અને મંદિરને દેશના રાષ્ટધ્વજની થીમથી શણગાર કરવામાં આવ્યો છે.
કોઠારીયા રોડ પર સૂતા હનુમાન
કોઠારીયા રોડ પર વિશ્વનું એક માત્ર સૂતા હનુમાનનું મંદિર આવેલું છે.આ મંદિરની સ્થાપના 1970માં કમલદાસજી બાપુ દ્વારા કરવામાં આવી હતી.અહીંયા સૂતા હનુમાનજીની વિશાળ પ્રતિમા આવેલી છે.જે ખૂબ જ પ્રખ્યાત છે.હનુમાન જયંતીના દિવસે સૂતા હનુમાન મંદિરે વિશેષ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્રિમૂર્તિ બાલાજી હનુમાન
રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એકસચેંજ નજીક 150 ફુટ રીંગ રોડ પર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ત્રિમૂર્તિ બાલાજી મંદિર ખાતે હનુમાન જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સવારે 7 વાગ્યે મંગળા આરતી, ત્યારબાદ 8 વાગ્યે મારૂતિ યજ્ઞ પ્રારંભ, બપોરે 12 વાગ્યે રાજભોગ આરતી, સાંજે 4.30 વાગ્યે સુંદરકાંડના પાઠ, સાંજે 7 વાગ્યે મહાઆરતી તથા સાંજે 7.30 વાગ્યાથી મહાપ્રસાદનો પ્રારંભ થશે.



