થોરાળા P.I. ભાર્ગવ ઝણકાટની પ્રશંસનીય કામગીરી
27 હજારનો દારૂ કબજે કરી બુટલેગરને ઝડપી લેવા તજવીજ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ગંજીવાડામાં 2023ના અંતમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ભોયરામાંથી દારૂનો જથ્થો પકડી પાડયા બાદ રાજકોટ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને થોરાળા વિસ્તારમાં ફાટીને ધુમાડે ગયેલા બુટલેગરો ઉપર રીતસરની ધોંસ બોલાવવામાં આવી રહી છે ત્યારે થોરાળા પોલીસે આજે વધુ એક ભોયરું શોધી 27 હજારનો દારૂ ઝડપી લઇ બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
શહેરમાં દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવાની સુચના અન્વયે થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ ભાર્ગવ ઝણકાત, પીએસઆઈ રાઠવા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે દૂધસાગર રોડ ઉપર ચુનારાવાડમાં મકાનમાં દરોડો પાડી ઢોર બાંધવાના પ્લોટમાં લાદી હટાવતા નીચેથી ભોયરું મળી આવ્યું હતું જેમાંથી દારૂની જુદા જુદા બ્રાંડની 180 એમએલની 268 બોટલ દારૂ મળી આવતા 26,800ની કિમતનો દારૂ કબજે કરી મકાનમાલિક કિશોરભાઈ ડાયાભાઇ રાઠોડ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.