રાજકોટનાં અનેક દૈનિકો, સાપ્તાહિકો, ચેનલોનાં પત્રકારોની ટીમો ટકરાશે
રાજકોટ મીડિયા કલબ, મહાનગરપાલિકા અને શહેર પોલીસનું ભવ્ય આયોજન
- Advertisement -
રેસકોર્સનાં માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે ધમાકેદાર ટૂર્નામેન્ટ
લાખેણા ઈનામોની વણઝાર: દોઢ મહિના સુધી ચાલશે ઝ-20 ક્રિકેટનો જલ્સો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં મીડિયાકર્મીઓ માટે ઉત્સવ સમાન રાજકોટ મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનો તારીખ 15 જાન્યુઆરીનાં રવિવારનાં રોજ શુભારંભ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ લગભગ દોઢ મહિના સુધી ચાલશે અને તેની દરેક મેચ રેસકોર્સનાં આંતરરાષ્ટ્રીય માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.
- Advertisement -
T-20 ફોર્મેટની આ ટુર્નામેન્ટમાં તમામ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં લગભગ એકાદ દાયકાથી રાજકોટ મીડિયા ક્લબ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજકોટ સિટી પોલીસ દ્વારા આ ઉમદા ટુર્નામેન્ટનું આયોજન થાય છે. કોર્પોરેશનનાં અને પોલીસ ખાતાનાં ઊચ્ચ અધિકારીઓ તેમાં દિલ ફાડીને સહકાર આપે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પદાધિકારીઓ પણ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા તનતોડ મહેનત કરે છે.
રાજકોટ મીડિયા ક્લબ આયોજીત આ ટુર્નામેન્ટમાં રાજકોટનાં અનેક દૈનિકો, સામયિકો, ચેનલો વગેરેના પત્રકારો અને મીડિયાકર્મીઓ હોંશે-હોંશે ભાગ લે છે. સીઝન બોલમાં રમાતી આ ટુર્નામેન્ટના સેમી ફાઈનલ તથા ફાઈનલ મેચ રાત્રી પ્રકાશમાં રમાડવામાં આવે છે અને ચેમ્પિયન, રનર્સ-અપ, ટીમને, મેન ઑફ ધ સીરિઝ વગેરેને લાખેણા ઈનામો આપવામાં આવે છે.
કલેકટર અરૂણ મહેશ બાબુ અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ કરશે ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન
રવિવારે સવારે શરૂ થઈ રહેલી આ ભવ્ય ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન રાજકોટનાં કલેકટર અરૂણ મહેશ બાબુ અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનાં હસ્તે થવાનું છે. ઉલ્લેખનીય છે કે, અરૂણ મહેશ બાબુ ખુદ એક ઉત્તમ સ્પોર્ટ્સમેન છે અને કમિશનર રાજુ ભાર્ગવ પણ સ્પોર્ટ્સના ઊંડા અભ્યાસુ અને ચાહક છે.
આયોજકોની તનતોડ મહેનત
મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટનાં વિવિધ અખબારો-ચેનલોનાં અનેક પત્રકારો તથા મીડિયાકર્મીઓ તનતોડ મહેનત કરી રહ્યાં છે. આયોજકોમાં પરેશ ડોડિયા, તુષાર રાચ્છ, ક્ધિનર આચાર્ય, હુસૈન ભારમલ, હરેશ ધામી, નીરજ વ્યાસ, અનિરૂદ્ધ નકુમ, જતીન પરમાર, કુલદીપ રાઠોડ, ભીખુ રાઠોડ, હિમાંશુ કલ્યાણી, કમલેશ ગુપ્તા સહિત અનેક લોકો જહેમત ઉઠાવી રહ્યાં છે.