સિંધી સમાજનો સૌથી લોકપ્રિય તહેવાર ચેટીચાંદ. ચેટીચાંદ સિંધી ચૈત્ર મહિનાના બીજા દિવસે અથવા હિંદુ કેલેન્ડર ચૈત્ર મહિનાના દિવસે ઉજવવામાં આવે છે તેથી જ તે ચેટીચાંદ તરીકે ઓળખાય છે. આ સિંધીના નવા વર્ષની શરૂઆત છે ત્યારે આ પર્વની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે રેસકોર્સ ખાતે સાંજે સિંધી સમાજની મહિલાઓ દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. તમામ મહિલાઓ લાલ કલરની ધજા સાથે ગાજતે-વાજતે એક્ટિવામાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં બહોળી સંખ્યામાં સિંધી સમાજની મહિલાઓ જોડાઈ હતી અને જાહેર માર્ગો ‘આયોલાલ ઝુલેલાલ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.
‘આયોલાલ ઝુલેલાલ’ના નાદ સાથે સિંધી સમાજની મહિલાઓની મહારેલી નીકળી

Follow US
Find US on Social Medias