ગામમાં ઠાકોરજીનો વરઘોડો નીકળ્યો : આખું ગામ વરઘોડામાં જોડાયું
ખાસ-ખબર ન્યૂઝ આટકોટ
આટકોટ ગામ સમસ્ત દ્વારા ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોરજીની જાન ગામ જાન ગય હતી. મોટાં રામજી મંદિરનાં ઠાકોરજી પરણવા નિકળ્યા હતા. જેમાં ઊંટ ધોડા બગી રજવાડી ગાડુંમાં ઠાકોરજી બેસીને વરઘોડો નિકળ્યો હતો. ડીજે સાઉન્ડ સાથે વરઘોડો નીકળ્યો હતો. વિવાહમાં ગાયક કલાકારો સાથે વિવાહ ગીત રમઝટ બોલાવી હતી. ગામના લોકોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો. આ વિવાહમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ સાંસદ ભાજપ ઉપાધ્યક્ષ સહિત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાંચ હજાર લોકોનું જમણવાર કરવામાં આવ્યું હતું. ભવ્યાથી ભવ્ય તુલસી વિવાહ યોજાયા હતા. ગામ સમસ્ત દ્વારા સુંદર આયોજન રામ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ગામના તમામ જ્ઞાતિઆગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા જાણે પોતાનો જ ઘરનો જ પ્રસંગ હોય તેવી રીતે રહ્યા હતા. સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આટકોટ પી એસ આઈનું સન્માન કરવામાં આવ્યું હતું.



