મહાનગરપાલિકા દ્વારા મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરીના સહયોગથી આયોજન
આવતીકાલે બપોર 4:00 કલાકથી રેસકોર્ષમાં ભવ્ય રંગોળી સ્પર્ધા યોજાશે
- Advertisement -
રંગોળી સ્પર્ધાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ : રંગોળી સ્પર્ધા 1) સ્લોગન રંગોળી-25 2)વ્યક્તિગત રંગોળી-500 એમ 02(બે) કેટેગરીમાં રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે, રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ વિખ્યાત છે. જુદાજુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. એમાં પણ જ્યારે દિવાળી જેવો સૌનો મનપસંદ એવો દિવ્ય તહેવાર આવે ત્યારે રાજકોટની રોનક દીપી ઉઠે છે. વધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ તા.27/10/2024 થી તા.31/10/2024 દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવનું ભવ્યઆયોજન કરવામાં આવેલ છે. જેમાં, એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝડ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, લેસર શોસહિતના વિશેષ આકર્ષણો રહેશે.રંગીલું રાજકોટ દરેક ઉત્સવ અને દરેક અવસરની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા માટે ખુબ જ જાણીતું છે. મકરસંક્રાંતિ, ધુળેટી, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રિકે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્કૃતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને રંગીલું અને અન્ય શહેરો કરતા અલગ બનાવે છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર મતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાજણાવે છે કે,રંગીલુરાજકોટ દિવાળી ઉત્સવ અનુસંધાને આવતીકાલે તા.29/10/2024ના રોજ બપોર બાદ 4:00 કલાકથી રેસકોર્ષ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે. સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.29/10/2024નાં રોજ રાત્રે 10:00 કલાકથીતા.31/10/2024 સુધી શહેરીજનો નિહાળી શકશે.સ્પર્ધાના નિર્ણાયકો તરીકે જાણીતા લેખક શૈલેષભાઈ સગપરીયા, મુકેશભાઇ વ્યાસ, આસિતભાઈ ભટ્ટ, ચૈતન્યભાઈ, એમ. યુ. ચૌહાણ, મુકેશભાઇ ડોડીયા, પ્રદીપભાઈ દવે, કિશોરભાઇ કામાણી, નલીનભાઈ સૂચક, જયબેન રાવલ, રૂપલબેન સોલંકી રહેશે.
આ સ્પર્ધા ને સફળ બનાવવા માટે ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, મુકેશભાઇ વ્યાસ, હેમાબેન વ્યાસ, જયબેન રાવલ, સુરેશભાઇ રાવલ, રશેષભાઈ વ્યાસ, શિવમ અગ્રવાલ, સીમાબેનઅગ્રવાલ, દિગીશ વડોદરિયા, ભૂષણ સંપત,વિશાલભાઈ જોશી,હરદેવસિંહ વાઘેલા, ગૌરવ ખીરૈયા, પરેશભાઈ ધોરાજીયા,સાવન ધોરાજીયા, શ્રેયશભાઈ તન્ના,દિનેશભાઇ પટેલ,રશ્મિ ગોટેચા તથા મૌલિક ગોટેચા મહેનત ઉઠાવી રહ્યા છે. વિશેષમાં રંગોળી સ્પર્ધા દરમ્યાન આવતીકાલે તા.29/10/2024, મંગળવારના રોજ સાંજે 5:00 કલાકથી રાત્રે 8:00 કલાક સુધી બી.ટી. સવાણી કિડની હોસ્પીટલના સહયોગથી શહેરીજનોને ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, હિમોગ્લોબીનની નિ:શુલ્ક તપાસ મેયર બંગલા સામે, રેસકોર્ષ ખાતે કરી આપવામાં આવનાર છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારો અનુસંધાને યોજવામાં આવેલ રંગીલુરાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત આયોજીત રંગોળી સ્પર્ધા આવતીકાલે તા.29/10/2024ના રોજ રાત્રે 10:00 કલાકથી નિહાળવા રાજકોટના મેયર મતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા રંગીલા રાજકોટવાસીઓને નિમંત્રણ પાઠવે છે.
રંગોળી સ્પર્ધાની કેટેગરી
‘સ્લોગન ગૃપ’ રંગોળી
વ્યક્તિગત રંગોળી
આ વર્ષે રાજકોટમાં પ્રથમ વખત સ્લોગન ગ્રુપ રંગોળી રાખવામાં આવેલ છે. જેમાં, સ્પર્ધકે રંગોળી સાથે રાજકોટ વિશે પોઝીટીવ સ્લોગન લખવાનું રહેશે.
કુલ 25 રંગોળી સ્લોગન સાથેની રહેશે. જેમાં, પ્રથમ 05(પાંચ) વિજેતાને રૂ,5000/- ઈનામ તરીકે આપવામાં આવશે. આ રંગોળીની સાઇઝ 5ડ્ઢ15 ફૂટ રહેશે.
આ ઉપરાંત 500 રંગોળી વ્યક્તિગત સ્પર્ધાની રહેશે જેની સાઇઝ 5ડ્ઢ5 ફૂટરહેશે. આ સ્પર્ધામાં પ્રથમ 11(અગિયાર)ને રૂ.5000/- ઈનામ તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત 51 સ્પર્ધકને રૂ.1000/-આશ્વાસન ઈનામ આપવામાં આવશે.