શ્રી વ્રજરાજ કુમારજીની મંગલ ઉપસ્થિતિમાં વીવાયઓનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (વીવાયઓ) દ્વારા જૂનાગઢના આંગણે ફુલફાગ હોળી રસિયાનો કાર્યક્રમ યોજાયો બહોળી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહી રસિયાનો આનંદ માણ્યો હતો તેમજ પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના વચનામૃતનો આનંદ બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ માણ્યો અને પૂજ્ય જેજે શ્રી એ સનાતન ધર્મ માટે દેશ દુનિયામાં હવેલીઓનું નિર્માણ કરેલ છે અને આવતા દિવસોમાં અનાથ દીકરોના સમૂહ લગ્નનું આયોજન પણ પૂજ્યશ્રીના પ્રમુખ સ્થાનેથી કરવાનું આયોજન કરેલ છે.
- Advertisement -
આ કાર્યક્રમમાં જુનાગઢ વીવાયઓના પ્રભારી અને ધારાસભ્યસંજય ભાઈ કોરડીયા, પ્રેસિડેન્ટ લલિતભાઈ ત્રાંબડિયા, મહિલા વિંગ પ્રમુખ મનીષાબેન ફડદુ, યુવા વિંગ પ્રમુખ રાજ વિઠલાણીની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો તેમજ આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ પુનિત ભાઈ શર્મા તેમજ સંગઠન ટીમ તથા કોર્પોરેટરો અને સર્વે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.હોળી રસિયા તેમજ વીવાયઓ ટીમ ની સપથ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં 60 થી વધારે કાર્યકર્તાઓ એ સપથ લીધેલ હતી તેમજ પૂજ્ય વ્રજરાજકુમારજીએ રાત્રી રોકાણ કરેલ અને સવારે હરિનામ સંકીર્તન અને બ્રહ્મસબંધ દિક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો વીવાયઓના 150 થી વધારે કાર્યકર્તાઓ એ આ કાર્યક્રમને સફળ બનાવામા જહેમત ઉઠાવી હતી.