19 ઓગસ્ટે સંત રતનદાસ બાપુની પૂણ્યતિથિ નિમિત્તે શાસ્ત્રી મેદાન ખાતે યાત્રાનો પ્રારંભ
સમાજ શ્રેષ્ઠીઓ અને આગેવાનો દ્વારા ઠેર-ઠેર યાત્રાનું સ્વાગત કરાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા રાવળ સમાજના પરમ પૂજ્ય સંત રતનદાસ બાપુની પુણ્યતિથિ નિમિતે 19 ઓગસ્ટને મંગળવારના રોજ ભવ્ય શોભાયાત્રા તથા બાઇક રેલી યોજાઇ હતી. રેલીનો પ્રારંભ શાસ્ત્રી મેદાન ખાતેથી થયો હતો. ત્યાંથી યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, સદર બજાર ચોક, ભીલવાસ ચોક, અકિલા ચોક, મોટી ટાંકી ચોક થઈ શાસ્ત્રી મેદાન ખાતે પૂર્ણ થઈ હતી.
આ પ્રસંગે અકિલા પરિવારના મોભી કિરીટભાઈ ગણાત્રા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, રાજકોટ ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રાજકોટ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, દંડક મનીષભાઈ રાડિયા, વોર્ડ નં. 7 ના કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુક્લ, જયશ્રીબેન ચાવડા, પ્રકાશભાઈ ચાવડા, વોર્ડ નં. 7ના પ્રમુખ વિશાલભાઈ મંડાલીયા તથા રાજકોટ શહેર ભાજપ પરિવાર દ્વારા રેલીને ફ્લેગ આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજકોટ શહેરના વિવિધ સમાજના આગેવાનો તેમજ અકિલા પરિવાર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. જેમાં કારડીયા રાજપૂત સમાજના મહેશભાઈ રાજપૂત તેમજ જીગ્નેશભાઈ ડોડીયા, સોની સમાજના જીગ્નેશભાઈ વાગડીયા, બડા બજરંગ મિત્ર મંડળના કલ્પેશભાઈ ભાઈ ગમારા, લોધા સમાજના કેતનભાઈ જરિયા, કોળી સેનાના અજયભાઈ ડાભી, આહીર સમાજના હેમંતભાઈ લોખીલ, ભૂદેવ સેવા સમિતિના તેજસભાઈ ત્રિવેદી અને મોનીશભાઈ જોશી તેમજ કશ્યપભાઈ ભટ્ટ, ભીલ સમાજના દર્શનભાઈ ભીલ, રઘુવંશી યુવા સેનાના ધવલભાઈ કાચરોલીયા, ભરવાડ સમાજના ભીખાભાઈ પડસારીયા, વાલ્મિકી સમાજના મુકેશભાઈ પરમાર અને પીન્ટુભાઇ પુરબીયા, ચારણ ગઢવી સમાજના પ્રવીણભાઈ ગોગીયા, મુસ્લિમ સમાજના જનાબ હબીબભાઈ કટારીયા અને જનાબ ફારૂકભાઈ બાવાણી તેમજ શાહનવાઝભાઈ સિદ્દીક્કી, દલિત સમાજના ડી. બી. ખીમસુરિયાં સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા.
આ પાવન પ્રસંગે સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ બોરાણા, મુખ્ય કારોબારી રાજુભાઈ બોરાણા, નરેશભાઈ મેર, સુનિલભાઈ પેથાણી, ધર્મેશભાઈ સોઢા, લક્ષ્મણભાઈ પરમાર, અંકિતભાઈ બોડા, અમુભાઈ સોઢા તથા
- Advertisement -
ટ્રસ્ટના સભ્યો કમલેશભાઈ મછોયા, રાજેન્દ્રભાઈ સોઢા, દિવ્યેશભાઈ ભોજક, મેહુલભાઈ ગોહેલ,ધર્મેશભાઈ ચૌહાણ. હિતેષભાઈ પેથાણી, અંકિતભાઈ ગોહેલ, કિશનભાઈ બોરાણા, મુન્નાભાઈ ભોજક, આનંદભાઈ ભોજક, સુનિલભાઈ બોરાણા, મનુભાઈ ગોહેલ, હરીશભાઈ જોગેલા, મનોજભાઈ મિયાત્રા, અભિષેકભાઈ રાઠોડ, આકાશભાઈ મકવાણા, હિતેનભાઈ કેસુર, રાહુલભાઈ કેસુર, અક્ષયભાઈ મછોયા, ભાવિનભાઈ પરમાર, રોહિતભાઈ મેર, લાલભાઈ ભોજક, મનીષભાઈ ગોહેલ, રાજભાઈ મિયાત્રા, તેજસભાઈ જાદવ, વિનુભાઈ ભોજક, અનિલભાઈ બોરાણા, અજયભાઈ બોરાણા, પ્રિતેશભાઈ બોરાણા, વિજયભાઈ મેર, રવિભાઈ મેર, ઉદયભાઈ મેર, ધાર્મિકભાઈ મેર, વિજયભાઇ બોડા, બકુલભાઇ રાઠોડ, પ્રકાશભાઇ જોગેલા, જોગીદાસ સરવૈયા, મનોજભાઈ મિયાત્રા, નિલેશભાઈ મિયાત્રા, જીતેન્દ્રભાઈ મિયાત્રા, મુકેશભાઈ બોડા, પ્રફુલભાઈ બોડા, જીતુભાઈ વાણીયા, વિવેકભાઈ (વિકી) બોડા, ચેતનભાઈ સરવૈયા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહી આ પાવન કાર્યમાં સહભાગી થયા હતા.
શોભાયાત્રા દરમ્યાન શહેરમાં સર્વત્ર ધાર્મિક માહોલ છવાયો હતો અને વિવિધ સમાજના આગેવાનો તથા ભક્તો દ્વારા વિશાળ ઉમંગ અને શ્રદ્ધા સાથે કાર્યક્રમને સફળ બનાવાયો હતો.