3 ઓક્ટોબરથી 150 ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોક પાસે બોલશે રાસ-ગરબાની રમઝટ
શહેરના શ્રેષ્ઠીઓના માર્ગદર્શન હેઠળ બિનવ્યવસાયિક નવરાત્રી મહોત્સવનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
માતાજીના નવલા નોરતાનો તા. 3 ઓક્ટોબરથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સમસ્ત વણિક સમાજ પોતાનાં પરિવાર સાથે મળીને માતાજીની આરાધના કરે તેવા હેતુથી જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠનના સંયુક્ત ઉપક્રમે બિન વ્યવસાયિક નવરાત્રી મહોત્સવ-2024 ( સોનમ – નવનાત ગરબા)નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવની વ્યવસ્થાના ભાગ રૂપે મધ્યસ્થ કાર્યાલયનું તાજેતરમાં દશા સોરઠીયા વણિક બોર્ડીંગ, રવિ પ્રકાશન પાસે, ડો. યાજ્ઞિક રોડ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણી અને ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમસ્ત વણિક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને બિરદાવ્યુ હતું. આ ઉદઘાટન પ્રસંગે સૌ મહાનુભાવોએ ગણેશજીની સ્તુતિ અને માતાજીની આરાધના કરી હતી. આ પ્રસંગે જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારીએ કહ્યું હતું કે, એક વર્ષના વિરામ બાદ આ વખતે ફરી વખત લોક લાગણીને માન આપીને વધુ આયોજન વિશાળ બનાવેલ છે, હવે સોનમ નવનાત વણિક સમાજના ખેલૈયાઓ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને તેને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. આ નવરાત્રી મહોત્સવની જાહેરાત થતાની સાથે જ ભારે આવકાર મળી રહ્યો છે અને ખેલૈયાઓ ગ્રુપ બુકિંગ કરાવી રહ્યા છે. આ ગરબા મહોત્સવમાં બહેનોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
- Advertisement -
આ ઉદઘાટન પ્રંસગે સી એમ શેઠ, જયેશભાઇ શાહ સુનિલભાઈ શાહ, મુકેશભાઈ ધોળકિયા, ગીરીશભાઈ મેહતા, અજીતભાઈ જૈન, દશા સોરઠીયા વણિક ભવનના ટ્રસ્ટી અતુલભાઈ કોઠારી, ભુપતભાઈ ભુપતાણી, તેમજ રાજીવભાઈ ઘેલાણી, રાકેશભાઈ ડેલીવાળા, જૈન વિઝન લેડીસ ક્લબના અમિષાબેન દેસાઈ, મનીષાબેન શેઠ, દિપાલીબેન વોરા, મીનાબેન શાહ,જાગૃતિબેન શેઠ, ભાવિકાબેન શાહ,નીતાબેન કામદાર,જયશ્રીબેન દોમડીયા, સાહિતની મહિલા અને જેન્ટ્સ કમિટી ઉપસ્થિતિ રહેલ હતા. આ નવરાત્રી મહોત્સવની સફળતા માટે ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી ઉપરાંત ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, સુનીલ કોઠારી, હેમલ મહેતા, તુષાર પતીરા, રાજીવ ઘેલાણી, નીતિન મહેતા, નરેશ મહેતા, વિપુલ મહેતા તથા વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં મુકેશ ધોળકિયા, ભાગ્યેશ વોરા, અતુલ કોઠારી, જયેશ ધ્રુવ, અરવિંદ પાટડિયા, ભાયાભાઈ સાહોલીયા, નીતિન માંડલિયા, રાજુભાઈ ધારૈયા અને વિશ્વાસ મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે.
મધ્યસ્થ કાર્યાલયની વ્યવસ્થા નીલ મહેતા, નીરવ મહેતા, જય મહેતા, ભરત વખારિયા, આશિષ દોશી, સુધીર પટેલ, કેતન વખારિયા, કેતન સંઘવી, વિશાલ મહેતા, દીપ રામાણી, હિતેશ દેસાઈ, અનીલ ઝાટકીયા, મનીષાબેન શેઠ, મીનાબેન શાહ, કાજલબેન દેસાઈ વગેરે સંભાળી રહ્યા છે. જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સંગઠન ના સી એમ શેઠે સંયુક્ત જણાવ્યા અનુસાર, જૈન વિઝન સાથે વરસોથી રાસે રમતા ખેલૈયાની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આ વખતે 150 ફૂટ રીંગ રોડ ઉપર સિક્રેટ કિચનની સામે આર કે વલ્ડ ટાવરની બાજુમાં શીતલ પાર્ક ચોકડીથી આગળ અયોધ્યા ચોકડીની પાસે સુંદર મજાના મેદાનમાં તા. 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી નવરાત્રી ઉજવાશે.