લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલિયાએ શહેરીજનોને દેશભક્તિના રંગથી તરબોળ કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા તમામ વીર અને વિરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપવા માટેના કાર્યક્રમ મેરી માટી મેરા દેશ અંતર્ગત તારીખ:29/09/2023 અને તારીખ:30/09/2023ના રોજ વોર્ડ નંબર 01 થી 18મા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અમૃત કળશ યાત્રાના સમાપન સમારોહ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ તારીખ:01/10/2023 રવિવારના રોજ રાત્રે 8:30 કલાકે વોર્ડ નંબર 14માં આવેલા પવનપુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ પાસે, રાજકોટ ખાતે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલિયા શહેરીજનોને દેશભક્તિનાં ગીતો અને દેશભક્તિ વાતો રજુ કરી શહેરીજનોને દેશભક્તિનાં રંગથી રંગાવ્યા હતા.
આ અમૃત કળશ યાત્રા સમાપન સમારોહ નિમિતે યોજાનાર લોકડાયરામાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, વિનુભાઈ સોરઠિયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા વગેરે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.