શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટનું ઉમદા કાર્ય
હોસ્પિટલ શરૂ થશે તો રાજકોટ બહારના વિસ્તારમાં હાઇડ્રોલિક એમ્બ્યુલન્સના માધ્યમથી ગૌવંશને સ્થળ પર મળી રહેશે સારવાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ એક ભવ્ય ગૌ વંશ માટેની હોસ્પિટલના નિર્માણનું કાર્ય કરી રહ્યું છે. આ હોસ્પિટલ મુ. રણજીતસિંહજી નટવરસિંહજી જાડેજા (વાગુદડ) પરિવાર દ્વારા સેવા હેતુથી બાલાસર મુકામે લાંબા સમય માટે નિ:શુલ્ક ઉપયોગ કરવા માટે આપવામાં આવી છે. 2 એકર જગ્યા પર આર્કિટેક પ્રતિકભાઈ દઢાણીયા દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્લાન અનુસાર નિર્માણ પામી રહી છે.
આ હોસ્પિટલમાં આધુનિક ઓપરેશન થિયેટર, આઇસીયુ, વેટરનરી ઓફિસર, હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ, અલગ અલગ વોર્ડ, શેલ્ટર સુવિધા વગેરે સુવિધા આપવામાં આવશે. આ હોસ્પિટલ શરૂ થયે હાઇવે તથા રાજકોટ બહારના વિસ્તારમાં હાઇડ્રોલિક એમ્બ્યુલન્સના માધ્યમથી ગૌવંશને સ્થળ પર તો સારવાર મળી રહેશે પણ જરૂરી કિસ્સામાં આ અબોલ જીવને હોસ્પિટલ ખાતે લાવવા માટે આ હાઇડ્રોલિક એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવશે.
વેટરનરી ઓફિસર, લાઈવસ્ટોક ઇન્સ્પેકટર અને અન્ય સ્ટાફથી સજ્જ આ હોસ્પિટલના બાંધકામ-નિર્માણ માટે અનુદાન આપવા અપીલ કરવામાં આવે છે.આપનું એક વખતનું અનુદાન આ અબોલ જીવને વર્ષો વર્ષ શાંતિ આપવામાં નિમિત્ત બનશે. અનુદાન આપવા તથા હોસ્પિટલના પ્લાન વિશે વધુ માહિતી માટે ટ્રસ્ટની ઓફિસ વિમલનગર, શિવધામ મેઈન રોડ ખાતે આપ સંપર્ક કરી શકો છો તથા 99791 19123, 95741 38331, 93277 99999 પર પણ આપ સંપર્ક કરી શકો છો. આપેલ અનુદાન કરમુક્તિ પાત્ર છે જેની નોંધ લેશો. શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સેવા કરી રહ્યું છે જેમાં નિરાધાર વડીલોને બંને ટાઇમ નિ:શુલ્ક ટિફિન સેવા, શ્ર્વાનને ભોજન, આપતી સમયમાં થેપલાંની સેવા, નંદી તથા ગાયના ગાળામાં રેડિયમ બેલ્ટની સેવા નો સમાવેશ થાય છે.