ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ઘંટેશ્વર મુકામે 14 એકરના પરિસરમાં નિર્માણ પામેલ ન્યાય મંદિર (નવી જિલ્લા કોર્ટ)નું ઉદઘાટન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી. વાય. ચંદ્રચુડના હસ્તે આજ રોજ કરવામાં આવનાર છે. ત્યારે સમગ્ર સંકુલને ફૂલ છોડથી સુશોભિત કરી ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ નવા કોર્ટ સંકુલમાં કુલ પાંચ માળનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કક્ષાઓની કુલ 50 જેટલી કોર્ટ કાર્યરત થનાર છે. આ નવા કોર્ટ સંકુલમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં સેન્ટ્રલ ફાઇલિંગ સેન્ટર, ઈ સેવા કેન્દ્ર, એ.ડી.આર. સેન્ટર, લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સિલની કચેરી, મીડિયેશન સેન્ટર, કાઉન્સેલિંગ સેન્ટર, કોલ આઉટ ફંક્શન, ઈ ફાઈલિંગ ફોર કોમર્શિયલ કોર્ટ, વિટનેસ ડિપોઝિશન સેન્ટરનો સમાવેશ થયેલો છે.