ખાસ-ખબર ન્યૂઝ બોટાદ
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય માં પરમાત્મા શિવ દ્વારા શીખવતા સહજ રાજ યોગ અને અધ્યાત્મિક જ્ઞાન ને પોતાના જીવન માં અપનાવી જેમણે પવિત્રતાનું વ્રત લીધું છ અને ગ્રહસ્થ જીવનમાં રહેતા દિવ્યતા અને તપસ્યાના બળથી ગૃહસ્થ ને સુગંધિત ઉપવન બનાવ્યું છે.એવા બ્રહ્માકુમારીઝ ભાવનગર સબ ઝોનના તપસ્વી બ્રહ્મચારી, રાજર્ષિ યુગલોનું મહાસંમેલન તા.16/3/24 ના રોજ મહાદેવ ગાર્ડન, ગઢડા રોડ બોટાદ ખાતે યોજાયું હતું.
આ પ્રસંગે રાજયોગીની બ્ર.કુ.ઉષાદીદી (આંતરરાષ્ટ્રીય મોટિવેશન સ્પીકર, બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ), રાજયોગીની બ્ર.કુ. સરલા દીદી (અધ્યક્ષા, કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ, બ્રહ્માકુમારીઝ ,મહેસાણા), હૃદય સ્વામી (કષ્ટભંજન મંદિર, સારંગપુર), માધવપ્રિયદાસ સ્વામી (ગુરુકુલ-બોટાદ ), રાજયોગીની બ્ર.કુ.તૃપ્તિ દીદી (ભાવનગર), રણજીતભાઈ વાળા, સી.એલ.ભીકડીયા તથા બોટાદ નગર શ્રેષ્ઠીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
પરમાત્માની યાદ ગીતથી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલો તથા સ્વાગત નૃત્ય દ્વારા અભિવાદન કરેલ. સમય કી પુકાર પવિત્ર બનો યોગી બનો સુંદર નાટક ગારીયાધાર સેવા કેન્દ્રોના ભાઈ- બહેનો દ્વારા પ્રસ્તુત કર્યું હતું.
શબ્દોથી સ્વાગત બોટાદ સેવા કેન્દ્ર ના સંચાલીકા બ્ર.કુ.નીતાબેન ને કરેલ.પ્રાસંગીક ઉદબોધન બ્ર. કુ.તૃપ્તિ બેને કરેલ.મુખ્ય વક્તા બ્ર.કુ.ડો.ઉષાદીદી એ મનનીય પ્રવચન કરી તપસ્વી યુગલોને શુભકામનાઓ આપી બિરદાવવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત યુગલોને શ્રુંગાર, તિલક, બેજ, ખેસ, હારથી સન્માન કરાયું હતું.
દીપ પ્રાગટય વિધિ સ્ટેજ મહાનુભાવો તથા આમંત્રિત મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ, આશીર્વચન તથા શુભકામનાઓ બ્ર. કુ.સરલાદીદી તથા પૂ.સંતો દ્વારા પાઠવવામાં આવ્યું છે. મહેમાનોને સૌગત વિધિ બાદ આભાર વિધિ બ્ર.કુ.દેવેન્દ્ર ભાઈ માઢક દ્વારા અને કાર્યક્રમનું સુચારુ સંચાલન બ્ર.કુ.ડો.દામિની બહેન દ્વારા કરવામાં આવેલ. છેલ્લે બ્રહ્મભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.