ખાસ-ખબર સંવાદદાતા
દેશની દિકરીઓ પોતાના અધિકારો માટે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિ વર્ષ 24મી જાન્યુઆરીને સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આજ તા. 24/01ના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે રાજ્યવ્યાપી ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.
- Advertisement -
જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તેજસ્વિની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજ તા. 24ના રોજ જિલ્લા પંચાયત અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રમેશભાઈ છાયા સભાગૃહ ખાતે યોજાયેલ તેજસ્વિની પંચાયત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની 100 જેટલી બાલિકાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ટોકન સ્વરૂપે સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું.