શનિદેવ યજ્ઞ, પૂજા અને મહાપ્રસાદ સહિતના આયોજનો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
- Advertisement -
જૂનાગઢ ભવનાથત તળેટી ખાતે આવેલ શ્રી શનિદેવ ભગવાન અને માં સરસ્વતીજી માતાના મંદિરે તા.6ને ગુરૂવારના રોજ શનિદેવ જન્મોત્સવ ઉજવાશે.
મંદિરના મંહત તુલશીદાસબાપુએ જણાવ્યુ હતુ કે, કાલે શનિદેવ જન્મોત્સવ નિમિતે સવારે 7:30 કલાકે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે તેમજ કષ્ટોના નિવારણ માટે મહાયજ્ઞ યોજાશે અને 9:30 કલાકે શ્રી ગણપતિ શનિદેવ સ્થાપિત દેવો અગ્નિદેવોનું પૂજન કરાશે. અને બપોરે 1ર કલાકે મહાપ્રસાદનું આયોજન સાથે સાંજે 6 કલાકે હવનમાં બિડુ હોમાશે. આ યજ્ઞની પૂર્ણાહુતિ થશે તો આ શનિદેવના જન્મોત્સવ નિમિતે દર્શન મહાપ્રસાદ યજ્ઞનોલાભ લેવા તમામ ધર્મપ્રેમી જનતાને મહંત તુલશીદાસબાપુએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.